શોધખોળ કરો

ગુજરાતમાં નોકરીઓની વણઝાર: 5 વર્ષમાં 6.54 લાખ યુવાનોને મળી નોકરી, જાણો આખી વિગત

Gujarat job fair 2026 રાજ્યભરમાં 7,403 રોજગાર મેળા યોજાયા, ટાટા, અદાણી અને રિલાયન્સ સહિત 28,000 થી વધુ ખાનગી કંપનીઓએ યુવાનોને સામે ચાલીને આપી નોકરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 5 વર્ષમાં 6.54 લાખથી વધુ યુવાનોને રોજગાર.
  • આયોજિત 7,403 મેગા રોજગાર મેળાઓમાં કંપનીઓએ ભરતી કરી.
  • 2025-26માં 1,333 મેળા યોજી 1.15 લાખ યુવાનોને નોકરી અપાઈ.
  • ટાટા, સુઝુકી, રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ યુવાનોની પસંદગી કરી.

Gujarat job fair 2026: જો તમે પણ ગુજરાતમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ પોઝિટિવ છે. ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગે યુવાનોને નોકરી અપાવવા માટે ચલાવેલી જબરદસ્ત ઝુંબેશ રંગ લાવી છે. આ ઝુંબેશ એટલી સફળ રહી છે કે છેલ્લા 5 વર્ષમાં (વર્ષ 2021-22 થી 2025-26 સુધી) રાજ્યના 6.54 લાખથી વધુ યુવાનોને સારી ખાનગી કંપનીઓમાં નોકરી મળી ગઈ છે. સરકાર દ્વારા ગામેગામ 7,403 જેટલા મેગા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી જાયન્ટ કંપનીઓએ સીધી જ ભરતી કરીને લાખો યુવાનોનું કરિયર સેટ કરી દીધું છે.

માત્ર એક જ વર્ષમાં 1.15 લાખથી વધુ નોકરીઓ

રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના સીધા માર્ગદર્શન નીચે આ આખું આયોજન થઈ રહ્યું છે. સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે યુવાનોને તેમના ભણતર અને લાયકાત પ્રમાણે યોગ્ય કામ મળી રહે. તમને જાણીને આનંદ થશે કે માત્ર એક જ વર્ષમાં એટલે કે 2025-26 માં સરકારે 1,333 રોજગાર મેળાઓ યોજ્યા હતા. જેમાં 1,15,774 થી વધુ યુવાનોના હાથમાં સીધા નોકરીના નિમણૂક પત્રો (ઓફર લેટર) આપી દેવામાં આવ્યા હતા.

કોર્પોરેટ જગતની જાયન્ટ કંપનીઓ સીધી મેદાનમાં

આ રોજગાર મેળાઓની સૌથી મોટી ખાસિયત એ રહી કે તેમાં કોઈ નાની-સૂની નહીં, પણ દેશની ટોચની કંપનીઓ યુવાનોના ઇન્ટરવ્યુ લેવા માટે સીધી જ કેમ્પસમાં આવી હતી. ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, હોન્ડા મોટરસાયકલ, રિલાયન્સ જીઓ, આર્સેલર મિત્તલ, ટોરેન્ટ ફાર્મા અને અરવિંદ લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓએ અહીથી યુવાનોની પસંદગી કરી છે. એટલું જ નહીં, ગ્રીન એનર્જી સેક્ટરમાં કામ કરતી અદાણી સોલર જેવી મોટી કંપનીઓએ પણ મોટા પાયે ભરતી કરી છે. આ 5 વર્ષમાં આખા રાજ્યમાંથી 28,000 થી વધુ નોકરીદાતાઓ (કંપનીઓ) આ રોજગાર મેળાઓનો હિસ્સો બન્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?

કઈ રીતે કામ કરે છે આ સિસ્ટમ?

હવે તમને થશે કે આ બધું કામ કેવી રીતે થાય છે? તો તમને જણાવી દઈએ કે રોજગાર વિભાગ હાલમાં નોકરી શોધતા ઉમેદવારો અને કંપનીઓ વચ્ચે એક કડી એટલે કે 'સેતુ' નું કામ કરે છે. રાજ્યમાં આવેલી 46 રોજગાર કચેરીઓ સૌથી પહેલા કંપનીઓ પાસે જઈને પૂછે છે કે તેમને કેવા ઉમેદવારો જોઈએ છે. ત્યારપછી શાળા, કોલેજ કે ITI નો સંપર્ક કરીને સોશિયલ મીડિયા, ઈ-મેલ અને પત્રો દ્વારા લાયક યુવાનોને જાણ કરવામાં આવે છે. છેલ્લે રોજગાર મેળાના દિવસે જ ઇન્ટરવ્યુની પ્રોસેસ પૂરી કરીને ઉમેદવારની પસંદગી કરી લેવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત@2047' સપનાને સાકાર કરવામાં આપણા યુવાધનનો રોલ સૌથી મોટો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રોજગારી આપવામાં હંમેશા અગ્રેસર રહીને આ ગ્લોબલ મિશનમાં પોતાનું મોટું યોગદાન આપી રહ્યું છે.

આ પણ વાંચોઃ GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત

Frequently Asked Questions

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કેટલા યુવાનોને નોકરી મળી છે?

છેલ્લા 5 વર્ષમાં (2021-22 થી 2025-26) રાજ્યના 6.54 લાખથી વધુ યુવાનોને ખાનગી કંપનીઓમાં નોકરી મળી છે.

ગુજરાત સરકાર દ્વારા કેટલા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે?

સરકાર દ્વારા ગામેગામ 7,403 જેટલા મેગા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કઈ દિગ્ગજ કંપનીઓએ ગુજરાત રોજગાર મેળાઓમાં ભાગ લીધો છે?

ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, હોન્ડા મોટરસાયકલ, રિલાયન્સ જીઓ, આર્સેલર મિત્તલ, ટોરેન્ટ ફાર્મા, અરવિંદ લિમિટેડ અને અદાણી સોલર જેવી દિગ્ગજ કંપનીઓએ ભાગ લીધો છે.

રોજગાર મેળાઓની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે?

રોજગાર વિભાગ ઉમેદવારો અને કંપનીઓ વચ્ચે સેતુરૂપે કામ કરે છે. રોજગાર કચેરીઓ કંપનીઓની જરૂરિયાત મુજબ લાયક યુવાનોને શોધીને રોજગાર મેળા યોજે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Advertisement

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget