Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ થશે શાંત, 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ શાંત થશે

Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે પ્રચાર પડઘમ શાંત થશે. આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. જૂનાગઢ મહાપાલિકા, 68 પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની યોજાઈ રહેલી ચૂંટણીઓને લઈ આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ઉમેદવારો હવે આજ સાંજથી માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 7 હજાર 36 ઉમેદવારી પત્ર રજૂ થયા હતાં. આ પૈકી 1261 ફોર્મ અમાન્ય રહ્યા હતાં જ્યારે 5 હજાર 775 ફોર્મ માન્ય રહ્યા હતાં. જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 478 ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. કુલ 213 બેઠક બિનહરિફ થઈ હતી. જેના પગલે હરિફાઈ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવાર ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ચૂંટણી પહેલા કુલ 213 બેઠક બિનહરિફ જાહેર થઇ છે. પાલિકા, મનપાની ચૂંટણીમાં 5084 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા છે.
જૂનાગઢ મહાપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ હતી. અન્ય 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. તો અમદાવાદ મહાપાલિકાના વોર્ડ નં 7, ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં 3, સુરત મહાપાલિકાના વોર્ડ નં 18ની પેટાચૂંટણી હેઠળની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેના માટે 17 ઉમેદવારો મેદાનમાં છે. સામાન્ય ચૂંટણી હેઠળની 66 પાલિકાઓમાં 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરિફ થયા છે. કુલ 1 હજાર 844 બેઠક પૈકી 167 બેઠક બિનહરિફ થઈ છે. હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાશે. આ બેઠક માટે 4 હજાર 374 ઉમેદવારો હરિફાઈમાં છે. 16 ફેબ્રુઆરીના સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે.
જેતપુર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. વોર્ડ નંબર-10ના કોંગ્રેસના ઉમેદવાર આનંદીબેન ધામેલીયાએ ભાજપને સમર્થન આપ્યું હતું. જયેશ રાદડિયની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. જેતપુર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
અમરેલીની સાવરકુંડલા પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના નેતાઓએ પ્રચંડ પ્રચાર કર્યો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લેટરકાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી હતી. બાદમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા મત રૂપે મામેરું માંગ્યું હતું. ચૂંટણીમાં કોંગ્રેસને જનતાના આશીર્વાદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. વલસાડ પાલિકાની ચૂંટણીને લઇ ભાજપના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ઉમેદવારોએ કમળ આપી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો. વોર્ડ નંબર-11ના ઉમેદવાર હિતેશ પટેલે મતદારોને કમળ આપી કમળ ખીલવવા અપીલ કરી હતી.
Congress: અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડ્યો કોંગ્રેસનો હાથ, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
