આંશિક લોકડાઉનમાં છેલ્લા 2 મહીનાથી બંધ ગુજરાતનું કયું જાણીતું પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે મુકાયું ખુલ્લુ?
ડાંગ જિલ્લામાં આવેલું એકમાત્ર ગિરિમથક સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. બે મહિનાથી આંશિક લોકડાઉનના કારણે ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે બંધ હતું.
ડાંગઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. તેમજ ધંધા-રોજગાર રાબેતા મુજબ થઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાત સરકારે 36 શહેરોમાં લગેવાલા આંશિક લોકડાઉમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેને કારણે વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ડાંગ જિલ્લામાં આવેલું એકમાત્ર ગિરિમથક સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. બે મહિનાથી આંશિક લોકડાઉનના કારણે ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે બંધ હતું.
બે મહિના બાદ આજે ફરી પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે આવતા નાના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. લારી, ગલ્લા, હોટલો અને પેરાગ્લાઈડિંગ જેવી અનેક વસ્તુઓ ફરી શરૂ થતા પ્રવાસીઓ ડાંગની મુલાકાતે પહોંચ્યા.
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3,794 કેસ નોંધાયા છે. જેની સામે 8734 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 53 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9576 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.26 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,03,760 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 75134 પર પહોંચ્યો છે. જેમાંથી 652 દર્દી વેન્ટિલેટર પર અને 74482 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.26 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન 545, વડોદરા કોર્પોરેશન- 367, સુરત કોર્પોરેશન-284, રાજકોટ કોર્પોરેશન- 178, સુરત 161, વડોદરા- 132, સાબરકાંઠા 130, આણંદ 125, રાજકોટ 125, પંચમહાલ 105, જામનગર કોર્પોરેશન 102, બનાસકાંઠા 99, મહેસાણા 99, પોરબંદર 88, કચ્છ 87, ખેડા 85, પાટણ 84, ભરુચ 82, અમરેલી 81, ભાવનગર કોર્પોરેશન 69, જૂનાગઢ કોર્પોરેશન 68, જૂનાગઢ 66, દેવભૂમિ દ્વારકા 58, જામનગર 54, નર્મદા 51, નવસારી 48, ભાવનગર 47, મહિસાગર 46, વલસાડ 44, ગીર સોમનાથ 42, ગાંધીનગર 41, દાહોદ 36, ગાંધીનગર કોર્પોરેશન 35, છોટા ઉદેપુર 29, સુરેન્દ્રનગર 28, અમદાવાદ 24, તાપી 15, અરવલ્લી 13, બોટાદ 8, મોરબી 7 અને ડાંગ 6 કેસ સાથે કુલ 3794 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન 7, વડોદરા કોર્પોરેશન- 3, સુરત કોર્પોરેશન-2, રાજકોટ કોર્પોરેશન- 1, સુરત 5, વડોદરા- 2, સાબરકાંઠા 1, આણંદ 0, રાજકોટ 3, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 4, બનાસકાંઠા 4, મહેસાણા 3, પોરબંદર 0, કચ્છ 0, ખેડા 1, પાટણ 2, ભરુચ 1, અમરેલી 2, ભાવનગર કોર્પોરેશન 1, જૂનાગઢ કોર્પોરેશન 1, જૂનાગઢ 1, દેવભૂમિ દ્વારકા 2, જામનગર 1, નર્મદા 0, નવસારી 0, ભાવનગર 1, મહિસાગર 0, વલસાડ 0, ગીર સોમનાથ 1, ગાંધીનગર 1, દાહોદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 0, તાપી 0, અરવલ્લી 1, બોટાદ 0, મોરબી 0 અને ડાંગ 0 મોત સાથે કુલ 53 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
રાજ્યમાં આજે કુલ 1,68,248 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.26 ટકા છે. આજે 8734 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે, અત્યાર સુધીમાં કુલ 7,03,760 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે.