શોધખોળ કરો

Gujarat Lockdown: ઉત્તર ગુજરાતના આ સમગ્ર જિલ્લામાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન, જાણો માત્ર કોણ બહાર નીકળી શકશે

પાટણમાં શનિવારે કોરોનાના નવા 147 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 122 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે 1358 લોકોનું રસીકરણ પણ કરાયું હતું.

પાટણઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના (Gujarat Corona Cases) કારણે સ્થિતી ગંભીર છે ત્યારે સંક્રમણ રોકવા માટે સરકાર તથા લોકો પણ જાત જાતનાં પગલાં લઈ રહ્યાં છે. રાજ્યમાં વધુ કેટલીક જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન  (Self Lockdown)લગાવ્યું છે.

પાટણ શહેર સહિત જીલ્લામાં ૦૭ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારથી જિલ્લામાં અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન થશે. કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં જીવન જરૂરીયાત વસ્તુ માટે લોકો બહાર નીકળી શકશે. મેડિકલ , કરીયાણું , દૂધ પાર્લર, હોસ્પિટલ સેવા શરૂ રહેશે.

પાટણમાં શનિવારે કોરોનાના નવા 147 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 122 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે 1358 લોકોનું રસીકરણ પણ કરાયું હતું.

મહેસાણામાં હાફ લોકડાઉન

મહેસાણા શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોના કેસમાં સતત વધારો જોવા મળતાં દરરોજ બપોર પછી લોકડાઉ લાદવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શનિવારે અને રવિવારે તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે.  મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે રવિવાર નગરા પાલિકા અને વેપારી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલાંની બેઠકમાં શહેરમાં કોરોના સંક્રમણ વધતું રોકવા માટે શનિવાર અને રવિવારે શહેરના તમામ બજારો સંપૂર્ણ પણે બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે કોરોનાના કેસો વધતા રહેતાં રવિવારે ફરી એક વાર નગરપાલિકા અને વેપારી  એસોસિએશનના તમામ પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવા થી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.  બજારો બંધ હોવાના કારણે લોકોની અવર જવર ઘટશે અને સંક્રમણ ઓછું થશે.   તમામ વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર બાદ તમામ બજારો બંધ કરવા તેમજ આ નિર્ણય 30 એપ્રિલ સુધી માન્ય રહેશે.   શનિવાર અને રવિવારના દિવસે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget