શોધખોળ કરો

ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર

જૂના ફર્સ્ટ ક્લાસના નિયમને બદલે હવે નવી ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં પ્રવાસની મળી મંજૂરી; નાણાકીય વર્ષમાં 30 હજાર કિલોમીટર સુધીની યાત્રાનો મળશે લાભ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધારાસભ્યો હવે વંદે ભારત, તેજસ, દુરંતોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે.
  • રાજ્યમાં 10,000, બહાર 20,000 કિલોમીટર સુધી મુસાફરીનો લાભ મળશે.
  • ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓ સાથે ફ્લેટ માત્ર ₹37.50 ભાડે મળશે.
  • ધારાસભ્યોને રોડ મુસાફરી માટે વાહન ભથ્થું પણ ચૂકવાશે.

Gujarat MLA Railway Allowance: ગુજરાતના ધારાસભ્યો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે ધારાસભ્યોના રેલવે મુસાફરી ભથ્થામાં મહત્વનો સુધારો કર્યો છે. હવે આપણા ધારાસભ્યો વંદે ભારત, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી અત્યાધુનિક ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં બેસીને દેશભરમાં પ્રવાસ કરી શકશે. અત્યાર સુધીના જૂના નિયમોના કારણે આ નવી અને પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવા અંગે કોઈ સ્પષ્ટતા ન હતી, તેથી ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા નવું જાહેરનામું બહાર પાડીને તેમને આ વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. આ નવા સુધારા સાથે ધારાસભ્યોની સુવિધાઓના તાજમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે.

નવી ટ્રેનો વધતા નિયમોમાં કરાયો ફેરફાર

મુસાફરીના જૂના નિયમોની વાત કરીએ તો, અત્યાર સુધી ધારાસભ્યો માટે ટ્રેનમાં માત્ર ફર્સ્ટ ક્લાસ (પ્રથમ કક્ષા) અથવા સેકન્ડ એસી (દ્વિતીય કક્ષા એસી) માં જ મુસાફરી કરવાનો નિયમ હતો. પરંતુ, ભારતીય રેલવેમાં વંદે ભારત અને તેજસ જેવી હાઈ-સ્પીડ નવી ટ્રેનો શરૂ થતાં, તેમાં એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટના ભથ્થાને લઈને કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હતી. આ મૂંઝવણ દૂર કરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ ધારાસભ્યોના પગાર અને ભથ્થા વધારવા માટે એક ખાસ સમિતિની બેઠક પણ મળી હતી.

કેટલા કિલોમીટર સુધી કરી શકશે પ્રવાસ?

આ નવા નિયમ મુજબ, ધારાસભ્યો એક નાણાકીય વર્ષ દરમિયાન મર્યાદિત કિલોમીટર સુધીની યાત્રાનો લાભ લઈ શકશે:

ગુજરાત રાજ્યની અંદર: 10,000 કિલોમીટર સુધીનો પ્રવાસ.

અન્ય રાજ્યોમાં (ગુજરાત બહાર): 20,000 કિલોમીટર સુધીનો પ્રવાસ.

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ રજૂ: મંત્રી સંજયસિંહે ઉઠાવ્યો 'લેન્ડ જેહાદ' નો મુદ્દો, તો ભાજપના જ ધારાસભ્યે કાઢ્યો બળાપો

રહેવા માટે આધુનિક ફ્લેટ અને માત્ર 37.50 રૂપિયા ભાડું!

ટ્રેનની મુસાફરી ઉપરાંત, ધારાસભ્યોને ગાંધીનગરમાં મળતી અન્ય VIP સુવિધાઓ પણ કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી. તેમના માટે ખાસ લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે.

ફ્લેટની સુવિધાઓ: આ ફ્લેટમાં બે માસ્ટર-લિવિંગ રૂમ, 3 બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ અને એક સર્વન્ટ રૂમની સુવિધા છે. મનોરંજન માટે 43 ઈંચનું એલઈડી ટીવી (કેબલ નેટવર્ક સાથે) પણ આપવામાં આવ્યું છે.

કેમ્પસની સુવિધાઓ: ફ્લેટના સંકુલમાં બે સુંદર ગાર્ડન, પ્લે એરિયા, ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, કોમ્યુનિટી હોલ અને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યા છે.

સૌથી નવાઈની વાત એ છે કે આટલા આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ ફ્લેટ ધારાસભ્યોને મહિને માત્ર 37.50 રૂપિયાના નજીવા ભાડે આપવામાં આવે છે!

વાહન માટેનું એલાઉન્સ

રહેઠાણ અને ટ્રેનની મુસાફરી સિવાય ધારાસભ્યોને રોડ મુસાફરી માટે કાર એલાઉન્સ પણ ચૂકવવામાં આવે છે. જેમાં પ્રતિ લિટર પેટ્રોલના 11 રૂપિયા, ડીઝલના 10 રૂપિયા અને સીએનજીના 9 રૂપિયા લેખે ભથ્થું આપવામાં આવે છે.

Frequently Asked Questions

ગુજરાતના ધારાસભ્યો હવે કઈ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે?

ધારાસભ્યો હવે વંદે ભારત, તેજસ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસ જેવી અત્યાધુનિક ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં પ્રવાસ કરી શકશે.

ધારાસભ્યો નાણાકીય વર્ષમાં કેટલા કિલોમીટર સુધી ટ્રેનમાં પ્રવાસ કરી શકશે?

ગુજરાત રાજ્યની અંદર 10,000 કિલોમીટર અને ગુજરાત બહાર 20,000 કિલોમીટર સુધીનો પ્રવાસ કરી શકશે.

ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા માટે કઈ સુવિધાઓ મળે છે?

ધારાસભ્યોને લક્ઝુરિયસ ફ્લેટ મળે છે જેમાં બે માસ્ટર-લિવિંગ રૂમ, 3 બેડરૂમ, રસોડું, ઓફિસ રૂમ અને અન્ય ઘણી સુવિધાઓ હોય છે.

ધારાસભ્યોના ફ્લેટનું ભાડું કેટલું છે?

આટલી બધી સુવિધાઓથી સજ્જ ફ્લેટ ધારાસભ્યોને મહિને માત્ર 37.50 રૂપિયાના નજીવા ભાડે આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget