શોધખોળ કરો

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા બિલ રજૂ: મંત્રી સંજયસિંહે ઉઠાવ્યો 'લેન્ડ જેહાદ' નો મુદ્દો, તો ભાજપના જ ધારાસભ્યે કાઢ્યો બળાપો

કાયદામાં 2 નવી વ્યાખ્યા ઉમેરાઈ: હવે મિલકત પચાવી પાડનારાઓ સામે કલેક્ટર 6 મહિનામાં લઈ શકશે કડક એક્શન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહેસૂલ મંત્રીએ 'અશાંતધારા સુધારા વિધેયક' રજૂ કર્યું, લેન્ડ-લવ જેહાદ રોકવાનો દાવો.
  • દાણીલીમડાનું ઉદાહરણ આપી બહુમતી સમાજની હિજરત અટકાવવાની વાત કરાઈ.
  • કલેક્ટરને વધુ સત્તા, મોનિટરિંગ કમિટીની જોગવાઈથી મિલકત દબાણ અટકશે.
  • ભાજપના ધારાસભ્યે અશાંત વિસ્તારમાં સરકારી પ્લોટની હરાજી ન થતાં નારાજગી વ્યક્ત કરી.

ગુજરાત વિધાનસભામાં આજે મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ મહત્વપૂર્ણ એવું 'અશાંતધારા સુધારા વિધેયક' (Disturbed Areas Amendment Bill) રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતી વખતે મંત્રીએ ગૃહમાં દાણીલીમડા અને કાશ્મીરનું ઉદાહરણ આપીને 'લેન્ડ જેહાદ' અને 'લવ જેહાદ' ના કારણે બહુમતી સમાજની થતી હિજરત પર ગંભીર અને આકરા નિવેદનો આપ્યા હતા. નવા સુધારા મુજબ હવે કોઈ માથાભારે તત્વો ગરીબ કે નાના માણસની મિલકત પચાવી નહીં પાડી શકે, કારણ કે કાયદામાં કલેક્ટરને વધુ સત્તા આપવામાં આવી છે અને મોનિટરિંગ કમિટીની નવી જોગવાઈ કરાઈ છે. જોકે, ગૃહમાં જ્યારે આ બિલની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્ય અમિત ઠાકરે અશાંત વિસ્તારમાં આવતા કોર્પોરેશનના પ્લોટની હરાજી ન થવા મુદ્દે પોતાનો ભારે બળાપો કાઢ્યો હતો.

મંત્રીના ગંભીર આક્ષેપો: "દાણીલીમડામાં હવે સમ ખાવા પૂરતા હિંદુઓ નથી"

વિધાનસભામાં બિલ રજૂ કરતા મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ ઐતિહાસિક અને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપતા કડક શબ્દોમાં વાત રજૂ કરી હતી. એન્ફિલ્ડ રાઈફલના કારતુસમાં ગાયની ચરબીના ઉપયોગનો ઇતિહાસ યાદ કરાવતા તેમણે કહ્યું કે સદીઓ પહેલા જે હુમલા થયા તે માત્ર લૂંટફાટ નહોતી, પણ આપણી સંસ્કૃતિ પરનો હુમલો હતો. તેમણે દાણીલીમડા વિસ્તારનું ઉદાહરણ આપતા કહ્યું કે, એક સમયે ત્યાં હિંદુઓ વસવાટ કરતા હતા, પણ આજે ત્યાં સમ ખાવા પૂરતા હિંદુઓ નથી રહ્યા. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'લેન્ડ જેહાદ' અને 'લવ જેહાદ' ના કારણે બહુમતી સમાજે હિજરત કરવી પડી છે, પરંતુ કાશ્મીરથી શરૂ થયેલો આ હિજરતનો સિલસિલો હવે ભાજપ સરકારે અટકાવી દીધો છે. અશાંતધારા જેવી સ્થિતિ રાતોરાત નથી સર્જાતી, તેને બનવામાં વર્ષો લાગી જાય છે.

કાયદામાં શું થયા નવા સુધારા? કલેક્ટરને મળી વધુ સત્તા

આ કાયદાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે તેમાં 2 નવી વ્યાખ્યાઓ ઉમેરવામાં આવી છે. પહેલી છે 'દેખરેખ અને સલાહકાર સમિતિ' (મોનિટરિંગ કમિટી) અને બીજી છે 'નારાજ થયેલ વ્યક્તિ' નો વ્યાપ વધારવો. મંત્રીએ જણાવ્યું કે આ સુધારાથી મિલકતોની ખોટી તબદીલીઓ (ટ્રાન્સફર) રોકી શકાશે. હવે કલેક્ટર મિલકત લેનાર અને વેચનારની સંમતિથી ઝીણવટભરી તપાસ કરી શકશે અને નારાજ વ્યક્તિની સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.

જો કોઈ મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી હશે, તો તેને 6 મહિનાની અંદર મૂળ સ્થિતિમાં પરત લાવવાની કડક જોગવાઈ કરવામાં આવી છે. જો મિલકત પરત કરવામાં કોઈ ચૂક થશે, તો કલેક્ટર સીધો જ તે મિલકતનો કબજો પોતાના હાથમાં લઈ શકશે. આ ઉપરાંત, નવી બનેલી મોનિટરિંગ કમિટી પરિસ્થિતિનો અભ્યાસ કરીને રાજ્ય સરકારને સૂચનો કરશે, જેના આધારે સરકાર જાહેરનામું બહાર પાડીને કોઈ પણ નવા વિસ્તારને 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરી શકશે.

ભાજપના જ MLA અમિત ઠાકરે કાઢ્યો બળાપો

એક તરફ ગૃહમાં અશાંતધારા બિલને કડક બનાવવાની અને સરકારની કામગીરીની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ગૃહમાં જ પોતાની નારાજગી વ્યક્ત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે અશાંત વિસ્તારમાં આવેલા સરકારી પ્લોટની હરાજી સંદર્ભે બળાપો કાઢતા કહ્યું કે, "જે વિસ્તારમાં કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે ત્યાં અશાંતધારો લાગુ છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોર્પોરેશનના પ્લોટની હરાજી કરવામાં નથી આવી." અશાંતધારા સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન જ તેમના આ નિવેદનથી ગૃહમાં ગરમાવો આવી ગયો હતો.

Frequently Asked Questions

ગુજરાત વિધાનસભામાં કયું મહત્વપૂર્ણ વિધેયક રજૂ થયું?

ગુજરાત વિધાનસભામાં 'અશાંતધારા સુધારા વિધેયક' રજૂ થયું, જેનાથી મિલકતોનું ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનું અટકાવી શકાશે.

'લેન્ડ જેહાદ' અને 'લવ જેહાદ' નો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો?

મહેસૂલ મંત્રીએ દાણીલીમડા અને કાશ્મીરનું ઉદાહરણ આપીને જણાવ્યું કે આ કારણોસર બહુમતી સમાજે હિજરત કરવી પડી છે.

નવા સુધારા મુજબ કલેક્ટરને કઈ સત્તાઓ મળશે?

નવા સુધારા મુજબ કલેક્ટરને મિલકત લેનાર અને વેચનારની સંમતિથી ઝીણવટભરી તપાસ કરવાનો અને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી મિલકતનો કબજો લેવાનો અધિકાર મળશે.

મોનિટરિંગ કમિટીની શું ભૂમિકા રહેશે?

નવી બનેલી મોનિટરિંગ કમિટી પરિસ્થિતિનો અભ્યાસ કરીને રાજ્ય સરકારને સૂચનો કરશે, જેના આધારે નવા વિસ્તારને 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget