શોધખોળ કરો

Gujarat Monsoon : ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિત હળવાથી ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે છોટાઉદેપૂરમાં ભારે વરસાદની આગાહી છે. બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિત હળવાથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં હજી 18 ટકા વરસાદી ઘટ છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી થશે મેઘ મંડાણ. ગુજરાતમાં એક દિવસના વિરામ બાદ  ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 સપ્ટેમ્બર ભારે વરસાદ થઇ શકે છે. 

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે મંગળવાર સુધી ઓરેંજ અલર્ટ જાહેર કર્યું હતું.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમંડાણ થઇ શકે છે. હવામાન વિભાગે 19થી 21 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

પંચમહાલ જિલ્લામાં ગોધરા, શહેરા ,હાલોલ, ઘોગમ્બા, મોરવા હડફ, કાલોલ, સહિત ગ્રામ્ય વિસ્તાર માં વરસાદે જમાવટ કરી છે. વરસાદના કારણે જીવાદોરી સમાન જળશાયોમાં  નવા નીરની આવક થતાં લોકોમાં ખુશી છવાઇ છે.

અમદાવાદમાં પણ વિરામ બાદ ફરી મેધરાજાની  શહેરમાં પધરામણી થઇ છે. આજે બોપલ, ઘુમા,શેહરના સેટેલાઈટ, જોધપુર , પ્રહલાદનગરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યાં હતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સાણંદથી અમદાવાદ સુધીના પટ્ટામાં ધીમીધારે વરસાદ વરસ્યો. સાણંદ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ રૂપ બની રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget