શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નૈઋત્યનું ચોમાસું 2-3 દિવસમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે.
  • સાયક્લોનિક સર્ક્યુલેશનથી વલસાડ, ગોંડલમાં ભારે વરસાદ, જળબંબાકાર થયો.
  • ગોંડલમાં અંડરબ્રિજમાં બસ ફસાઈ, મુસાફરોનો બચાવ કરાયો હતો.
  • 29 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે નૈઋત્યનું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં વિધિવત રીતે રાજ્યમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. રમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ નોંધાયો છે, જેનાથી ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે તો ક્યાંક ખેડૂતોના ચહેરા પર ખુશી લહેરાઈ છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વલસાડ જિલ્લામાં વરસાદ

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ શહેર સહિત વાપી અને કપરાડામાં પણ દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. નવસારી જિલ્લામાં પણ સતત પાંચમા દિવસે ગણદેવી અને બીલીમોરામાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ, કચ્છના માંડવી  પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

ગોંડલમાં અંડરબ્રિજમાં પાણીમાં ફસાઈ બસ 

જો કે, રાજકોટના ગોંડલમાં વરસેલા અઢી ઈંચ વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અહીંના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે જૂનાગઢ-દાહોદ રૂટની એસટી બસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી. બસ બંધ પડી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના સ્થાનિક આગેવાનો દોરડા અને જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બસને સુરક્ષિત બહાર કાઢી મુસાફરોનો આબાદ બચાવ કર્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર અને બિહાર સુધી પહોંચેલું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી 29 જૂન સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ જ્યારે સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.. મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું પ્રવેશી ચુક્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પહોંચી શકે છે. આ તરફ મધ્ય ઉત્તર પ્રદેશના ઉત્તરી ભાગથી રાજસ્થાન થઈને ઉત્તર ગુજરાત તરફ એક ટ્રફ અને ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 29 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, સુરત, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના  ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.

Frequently Asked Questions

ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશી શકે છે?

હવામાન વિભાગ અનુસાર, નૈઋત્યનું ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા છે. આ માટે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.

કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

વરસાદને કારણે ગોંડલમાં કઈ ઘટના બની હતી?

રાજકોટના ગોંડલમાં ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે એક એસટી બસ ફસાઈ ગઈ હતી. સ્થાનિક આગેવાનોએ જેસીબી મશીન અને દોરડાની મદદથી મુસાફરોને સુરક્ષિત બચાવ્યા.

આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગ અનુસાર, 29 જૂન સુધી સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget