Gujarat Night Curfew Extended: રાજ્યમાં કોરોના બેકાબૂ બનતાં રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
Gujarat Night Curfew Update: રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તારીખ 15 એપ્રિલ-2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતુ.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ કથળી રહી છે. વિશેષરૂપે કેટલાક શહેરોમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, જે ચિંતાની બાબત છે. મદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના(Corona) સંક્રમણને લઈ નાઈટ કર્ફ્યુ (Night curfew)ની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે. ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે. રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. જોકે નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો ને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે.
કોવિડ નિયંત્રણ માર્ગદર્શિકા ક્યાં સુધી યથાવત રહેશે ?
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તારીખ 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
કઈ તારીખ સુધી નાઈટ કર્ફ્યૂ ?
આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તારીખ 15 એપ્રિલ-2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતુ.
રાજ્યમાં શું છે કોરોનાનું ચિત્ર ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. મંગળવારે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.