શોધખોળ કરો

ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસે શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ ‘GP – DRASTI’

ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ "GP - DRASTI" (ગુજરાત પોલીસ - ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટીકલ ઇન્ટરવેન્શન્સ) શરૂ કરવા જઈ રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ "GP - DRASTI" (ગુજરાત પોલીસ - ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટીકલ ઇન્ટરવેન્શન્સ) શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈપણ ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે.

રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં કોઈપણ સ્થળે ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને તે રિસ્પોન્સની ગુણવત્તા ખૂબ મહત્વની છે. આ માટે હાલ પીસીઆર વાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે છે. આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

આ પ્રોજેક્ટ હેઠળ, પોલીસ કંટ્રોલ નંબર ૧૦૦ ઉપર ઘટનાની જાણ થતાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. પરિણામે, પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં ૧૦ દિવસના પ્રયોગમાં જાણવા મળ્યું કે, ડ્રોન પીસીઆર વાનની તુલનાએ ૫૦ ટકાથી પણ ઓછા સમયમાં, કેટલીકવાર માત્ર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે.

ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રીઅલ-ટાઇમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. આ પ્રોજેક્ટથી પરિસ્થિતિનું ત્વરિત મૂલ્યાંકન અને અસરકારક કામગીરી શક્ય બનશે.

પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરાઈ છે. હાલ ૮ ડ્રોન પ્રાપ્ત થઇ ચુક્યા છે, જ્યારે ૧૮થી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળી જશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોના ૩૩ પોલીસ સ્ટેશનો, જ્યાં ગુનાખોરીનું પ્રમાણ થોડુ વધુ છે, ત્યાં આ વ્યવસ્થા ગોઠવાશે.

આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરાઈ ખાતે છ દિવસીય તાલીમનું આયોજન કરાયું છે. તાલીમ પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કે અમદાવાદના ૮ પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટ શરૂ થશે, ત્યારબાદ અન્ય ડ્રોન ઉપલબ્ધ થતા જ વડોદરા, રાજકોટ અને સુરતમાં કાર્યરત કરી દેવાશે.

આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget