Gujarat Politics: લોકસભા ચૂંટણીના ભણકારા વચ્ચે થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખે આપ્યું રાજીનામું, જાણો શું જણાવ્યું કારણ
ગુજરાતમાં કોંગ્રેસની રાજનીતિમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને આપ છોડીને સભ્યો ભાજપમાં સામેલ થઇ રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામુ આપ્યું છે.
Banaskantha News: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. યુથ કોંગ્રેસ થરાદ તાલુકાના પ્રમુખ અલ્પેશ જોષીએ પોતાના પદ સહિત સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ કરેલા રામ મંદિરના વિરોધને લઇ લાગણી દુભાઈ હોવાનું કારણ બતાવી તેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. ઉપરાંત જ કોંગ્રેસની હાલત કથળતા લોકોના કામોને સંતોષ ન આપી શકાતા હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા યુથ કોંગ્રેસમાં રાજીનામાંનો દોર શરૂ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાંબોટાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખે પોતાના હોદા પરથી રાજીનામુ આપ્યુ હતું. જગદીશ સવાણી અગાઉ બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમને એક પત્ર રજૂ કર્યો હતો, જગદીશ સવાણીએ પારિવારિક પ્રસંગને લઇને રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જગદીશ સવાણી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુ કે, તેમને માત્ર હોદ્દા પરથી જ રાજીનામુ આપ્યુ છે, પક્ષમાંથી નહીં. જગદીશ સવાણીના રાજીનામા અંગે જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરને પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે, જગદીશ સવાણીની ટર્મ પુરી થઈ ગઈ છે અને નવા પ્રમુખ મુકવાના જ છે. નવા પ્રમુખના નામને લઈ જગદીશ સવાણી પણ સહમત જ છે, આને આ મામલે બે-ત્રણ દિવસમાં શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાાં આવશે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ટેલિફોનિક વાતચીત દરમિયાન આ વાત સામે આવી હતી.
લોકસભા પૂર્વે બીજેપીમાં વેલકમ પાર્ટી ચાલી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે બીજેપીનું સંગઠન સતત મજબૂત થઇ રહ્યું છે. આપ અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ધારાસભ્યો કેસરિયના કરી રહ્યાં છે. AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પક્ષનો સાથ છોડ્યો હતો. આજે તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. અરવિંદ લાડાણી પહેલા ભાજપના જ નેતા હતા. તઓને ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન હતી આપી આથી તેઓ પક્ષથી નારાજ થયા હતા અને ભાજપને છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા. જોકે લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા છે.
વરઘોડામાં ફટાકડા ફોડતા પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર ભરવો પડી શકે છે દંડ