શોધખોળ કરો

Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર; માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.
  • આજે નવસારી-વલસાડમાં રેડ એલર્ટ; સુરત, તાપી, ડાંગ ઓરેન્જ.
  • કાલે પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, અન્યત્ર ઓરેન્જ એલર્ટ.
  • બંદરો પર સિગ્નલ ૩, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

Gujarat Rain News: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવવા માટે તૈયાર છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજથી આગામી 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના રૌદ્ર સ્વરૂપની શક્યતાને જોતા દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હોવાથી માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. આવતીકાલે એટલે કે 22 જુલાઈના રોજ પણ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની પૂરી સંભાવના છે, જેના માટે વિસ્તારો પ્રમાણે એલર્ટ જાહેર કરાયા છે.

હવામાન વિભાગની આજની આગાહી પર નજર કરીએ તો, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. નવસારી અને વલસાડ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ માટે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' આપ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય 10 જિલ્લાઓ એવા છે જ્યાં આજે વરસાદને લઈને 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે.

આવતીકાલની (22 જુલાઈ) આગાહી અને એલર્ટની સ્થિતિ:

રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદની આગાહી):

આવતીકાલે એટલે કે 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મેઘરાજા તૂટી પડશે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી હવામાન વિભાગે અહીં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદની આગાહી):

મધ્ય અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. 22 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

યલો એલર્ટ (સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી):

અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની વકી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, વડોદરા અને ભરૂચ જિલ્લા માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

આમ, આગામી બે દિવસ રાજ્યમાં ચોમેર વરસાદી માહોલ છવાયેલો રહેશે અને તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી શા માટે કરવામાં આવી છે?

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

માછીમારો માટે હવામાન વિભાગની શું સૂચના છે?

દરિયામાં ભારે કરંટને કારણે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

22 જુલાઈના રોજ કયા જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે?

22 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ-દાદરાનગર હવેલી માટે અત્યંત ભારે વરસાદને લઈને 'રેડ એલર્ટ' છે.

આજે (21 જુલાઈ) કયા જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે?

આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓ માટે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' આપ્યું છે, જે ભારે વરસાદની આગાહી દર્શાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget