શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

હવામાન વિભાગની ચેતવણી: અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે આગામી બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની બેટિંગ શરૂ.
  • વાંસદા, ચીખલીમાં પોણા ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો.
  • આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, અતિભારે વરસાદ.
  • દરિયાકાંઠે LCS 3 સિગ્નલ લગાવાયું, માછીમારોને એલર્ટ.

Gujarat Rain News: ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વાંસદા અને ચીખલીમાં સૌથી વધુ પોણા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ માટે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. દરિયાકાંઠે LCS 3 સિગ્નલ લગાવી માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે, સારા વરસાદ વચ્ચે પણ રાજ્યમાં હજુ સિઝનનો 31% વરસાદ ઓછો નોંધાયો છે.

આજે બપોરે 2 વાગ્યા સુધીના આંકડાકીય અહેવાલ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. વાંસદા અને ચીખલીમાં સૌથી વધુ 3.82 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ નવસારી શહેરમાં 3.19 ઈંચ, બારડોલીમાં 3.15 ઈંચ, ગણદેવીમાં 3.11 ઈંચ, પલસાણામાં 3.03 ઈંચ અને જલાલપોરમાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવામાં 2.48 ઈંચ, અંબિકામાં 2.40 ઈંચ, ડાંગના વઘઈમાં 2.13 ઈંચ અને તાપીના ડોલવણમાં 2.05 ઈંચ પાણી પડ્યું છે.

સતત વરસી રહેલા વરસાદના ક્રમમાં આગળ જોઈએ તો સુરત શહેરમાં 1.93 ઈંચ, સુબીર અને વાલોડમાં 1.81 ઈંચ તેમજ ચોર્યાસીમાં 1.73 ઈંચ વરસાદ પડ્યો છે. વ્યારામાં 1.57 ઈંચ, ડાંગમાં 1.54 ઈંચ, કામરેજમાં 1.18 ઈંચ અને ખેરગામમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓલપાડ, વલસાડ, કપરાડા, ઉકાઈ અને હાંસોટમાં 1-1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય નાનાપોંઢા અને સોનગઢમાં પણ પોણો-પોણો ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આજથી બે દિવસ અત્યંત ભારે વરસાદને લઈને એલર્ટ અપાયું છે. આજે નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘતાંડવની આશંકાને પગલે 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલની વાત કરીએ તો, કાલે પણ દક્ષિણ ગુજરાતને રાહત મળે તેવા કોઈ એંધાણ નથી. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તોફાની પવન અને ભારે વરસાદના ખતરાને જોતા આજે દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS 3 સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સુરક્ષાના ભાગરૂપે આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Frequently Asked Questions

ગુજરાતમાં કેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે?

બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા અને ચીખલીમાં સૌથી વધુ પોણા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

સૌથી વધુ વરસાદ કયા સ્થળોએ નોંધાયો છે?

દક્ષિણ ગુજરાતના વાંસદા અને ચીખલીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 3.82 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી શહેરમાં 3.19 ઇંચ, બારડોલીમાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે કયા જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે?

હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આવતીકાલે પણ આ જ જિલ્લાઓ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ છે.

માછીમારો માટે શું ચેતવણી આપવામાં આવી છે?

દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS 3 સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને સુરક્ષાના ભાગરૂપે આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Embed widget