શોધખોળ કરો

ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી; આ તારીખથી ગુજરાતમાં ભૂકા કાઢશે વરસાદ

gujarat rain forecast: રાજ્યમાં આજકાલથી જ 20 જૂન સુધી ભારે પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ખાબકશે, જ્યારે 26થી 28 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલે આજકાલથી પ્રિમોન્સૂન વરસાદ શરૂ થવાની આગાહી કરી.
  • રાજ્યમાં 23 જૂનથી નિયમિત ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.
  • બંગાળની ખાડી, અરબી સમુદ્રની સિસ્ટમથી રાજ્યમાં ભારે વરસાદ.

ambalal patel weather forecast: આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં આજકાલથી જ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને 23 જૂનથી નિયમિત ચોમાસાનો પ્રારંભ થઈ જશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી બે નવી સિસ્ટમના કારણે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની પૂરી શક્યતા છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 20 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ પડશે. ખાસ કરીને 16 જૂન સુધી ઘણા વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ (આંધી-વંટોળ) સાથે વરસાદ થવાની સંભાવના છે. આજકાલમાં જ હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, પંચમહાલ, મધ્ય ગુજરાત, અમદાવાદના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને ધીમે ધીમે કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે.

રાજ્યમાં વિધિવત ચોમાસાની વાત કરીએ તો, 23 જૂનથી સૂર્યનું આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ નિયમિત ચોમાસાની શરૂઆત થઈ જશે. જો આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થાય અને ખાડા-ખાબોચિયાં કે તળાવ ભરાય, તો પુનર્વસુ નક્ષત્રમાં નદી-નાળા છલકાઈ જાય તેવી પૂરી શક્યતા રહેલી છે. આ ઉપરાંત, 26, 27 અને 28 જૂન દરમિયાન મુંબઈની સાથે-સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 

આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 90 kmphની ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

વરસાદની આ ધમાકેદાર બેટિંગ પાછળ દરિયામાં બનતી બે નવી સિસ્ટમ જવાબદાર છે. 16 જૂન બાદ બંગાળના ઉપસાગરમાં એક લો-પ્રેશર સિસ્ટમ બનશે અને ત્યારબાદ 22 થી 26 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં પણ એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રમાંથી ખેંચાઈ આવતા ભેજના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે અને ઘણી જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ

ખેડૂતો માટે માઠા સમાચાર: અલ નીનોને કારણે વરસાદ ઘટશે, જાણો ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

Frequently Asked Questions

ગુજરાતમાં નિયમિત ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 23 જૂનથી નિયમિત ચોમાસાનો પ્રારંભ થઈ જશે. સૂર્યનું આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ ચોમાસું શરૂ થશે.

પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ કેવા વરસાદની આગાહી છે?

20 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે. 16 જૂન સુધી ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે વરસાદની શક્યતા છે.

પ્રિમોન્સૂન વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે?

હિંમતનગર, સાબરકાંઠા, પંચમહાલ, મધ્ય ગુજરાત, અમદાવાદના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદ કઈ સિસ્ટમ્સને કારણે આવશે?

16 જૂન બાદ બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર સિસ્ટમ અને 22 થી 26 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થશે. આ બે સિસ્ટમ્સના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget