શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 90 kmphની ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

દિલ્હી, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં તોફાની પવન અને કરા પડવાની શક્યતા, લોકોને સતર્ક રહેવા અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૪ જૂને ૧૯ રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ.
  • ૯૦ KM/H પવન, કરા, વીજળીથી નુકસાન સંભવિત.
  • દિલ્હી, UP, બિહારમાં યલો એલર્ટ; મુસાફરી ટાળો.

weather forecast 14 june 2026: હવામાન વિભાગે (IMD) ખરાબ હવામાનને લઈને દેશભરમાં ફરી એકવાર નવી ચેતવણી જારી કરી છે. આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના કુલ 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. આ ભારે પવનના કારણે મોટા વૃક્ષો ધરાશાયી થવાની અને પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાની પૂરી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મોટા કરા પડવાની પણ આગાહી છે, જેને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને વરસાદ અને વાવાઝોડા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને અત્યંત સાવચેત રહેવા અપીલ કરી છે.

દેશના આ 19 રાજ્યોમાં છે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આસામ, કેરળ, તમિલનાડુ, ત્રિપુરા અને મેઘાલયમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. માછીમારો અને ખેડૂતોને ખાસ એલર્ટ રહેવા જણાવાયું છે.

જાણો આવતીકાલે તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન?

દિલ્હી: 14 જૂને દિલ્હીમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી છે. રાત્રિના સમયે 70 થી 75 kmph ની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 37°C અને લઘુત્તમ 27°C રહેવાની ધારણા છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

ઉત્તર પ્રદેશ (UP): લખનૌ, કાનપુર, આગ્રા, મેરઠ, વારાણસી અને પ્રયાગરાજ સહિતના જિલ્લાઓમાં 80 થી 90 kmph ની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. લખનૌમાં તાપમાન 37°C / 28°C વચ્ચે રહેશે.

બિહાર: પટના, ગયા, ભાગલપુર, દરભંગા અને મુઝફ્ફરપુર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે. 70 kmph ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પટનામાં મહત્તમ તાપમાન 37°C રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાને લઈ મોટી આગાહી: 13 જિલ્લા એલર્ટ, આ તારીખથી ધબધબાટી બોલશે!

ગુજરાતના પડોશી રાજ્યો (રાજસ્થાન અને મધ્ય પ્રદેશ):

રાજસ્થાન: જયપુર, અજમેર, ઉદયપુર અને ભીલવાડામાં 75 થી 80 kmph ની ઝડપે પવન ફૂંકાશે. જયપુરમાં તાપમાન 37°C / 25°C રહેશે.

મધ્ય પ્રદેશ: ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન અને છિંદવાડા માટે યલો એલર્ટ છે. 65 થી 70 kmph ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

પંજાબ અને હરિયાણા: ચંદીગઢ, અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં 70 થી 80 kmph ની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.

પર્વતીય રાજ્યો (ઉત્તરાખંડ અને હિમાચલ):

ઉત્તરાખંડ: દહેરાદૂન, નૈનીતાલ અને હરિદ્વારમાં 50 થી 55 kmph પવન સાથે વરસાદ પડશે.

હિમાચલ પ્રદેશ: શિમલા, મનાલી અને ધર્મશાળામાં 60 થી 65 kmph ની ઝડપે પવન ફૂંકાશે. મનાલીમાં તાપમાન ઘટીને 11°C / 3°C થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીર: શ્રીનગર, અનંતનાગ અને પુલવામામાં 14 જૂને ભારે વરસાદની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે માઠા સમાચાર: અલ નીનોને કારણે વરસાદ ઘટશે, જાણો ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?

પૂર્વીય રાજ્યો (પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસામ):

પશ્ચિમ બંગાળ: કોલકાતા અને હાવડા સહિતના વિસ્તારોમાં 70 થી 75 kmph પવન સાથે વરસાદની ચેતવણી છે.

ઝારખંડ: રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં 65 થી 70 kmph પવન સાથે યલો એલર્ટ અપાયું છે.

આસામ: ગુવાહાટી અને દિબ્રુગઢ જેવા વિસ્તારોમાં 65 થી 70 kmph ની ઝડપે પવન અને ભારે વરસાદની આગાહી છે.

Frequently Asked Questions

હવામાન વિભાગે 14 જૂને કઈ ચેતવણી જારી કરી છે?

14 જૂનના રોજ હવામાન વિભાગે દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને 80-90 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

14 જૂને કયા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે?

14 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ સહિત કુલ 19 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કરાયું છે.

આ ખરાબ હવામાનના કારણે કયા પ્રકારના નુકસાનની શક્યતા છે અને શું સાવચેતી રાખવી?

ભારે પવનના કારણે મોટા વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને વીજળી પડવાની સંભાવના છે. મોટા કરા પડવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ શકે છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને અત્યંત સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

હવામાન વિભાગે કોને ખાસ એલર્ટ રહેવા જણાવ્યું છે?

હવામાન વિભાગે માછીમારો અને ખેડૂતોને ખાસ એલર્ટ રહેવા જણાવ્યું છે. મોટા કરા પડવાની શક્યતાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget