શોધખોળ કરો

Gujarat Rain:  છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં કમોસમી વરસાદ, ભાવનગરના મહુવામાં સૌથી વધુ પોણા આઠ ઈંચ વરસાદ

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે

અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જે પૈકી નવ તાલુકા તો એવા રહ્યા જ્યાં બેથી પોણા આઠ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મહુવામાં 7.68 ઈંચ, સિહોર 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, તો, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઈંચ, ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની  સ્થિતિ જોવા મળી હતી.

ગઈકાલ સવારથી આજ સુધીમાં ગીર સોમનાથના, ઉના અને સુત્રાપાડામાં 3.94 અને 3.11 ઈંચ વરસાદ, કોડીનારમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યારે અમરેલીના જાફરાબાદમાં 3.74, રાજુલામાં 3.03, સાવરકુંડલામાં 2.05, ખાભામાં 1.25 ઈંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા, તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદમાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

છોટાઉદેપુરના ક્વાંટ અને સંખેડામાં 24 કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારીના ખેરગામ, ગણદેવી સહિતના વિસ્તારમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, જાંબુઘોડા, સંખેડા, ઝઘડિયા, ડોલવણ, ઉચ્છલ, નડિયાદ,હાલોલ, કરજણ, હાંસોટ, ચીખલી, નીઝરમાં એકથી દોઢ ઈંચ સુધી વરસાદ વરસતો રહ્યો, છેલ્લા 24 કલાકમાં ખંભાત, અમરેલી શહેર, બોરસદ, કામરેજ, પેટલાદ, બારડોલી. ગીર ગઢડા, આણંદ, લાઠી સાવલી, બાબરા,ઘોઘા, માળિયા હાટિના અને વાપી તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી, બોટાદ અને અમદાવાદમાં મોડીરાત્રીથી જ વરસાદ વરસી રહ્યો છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Embed widget