સરકારી અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીનું વેઈટીંગ લીસ્ટ જાહેર
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 286 અને અનુદાનિત શાળાઓ માટે 532 ઉમેદવારોનું લિસ્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ, ટૂંક સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે.

- શિક્ષણ સહાયક ભરતીનું વેઈટિંગ લિસ્ટ જાહેર.
- સરકારી શાળાઓ માટે 286 અને અનુદાનિત શાળાઓ માટે 532 ઉમેદવારોના નામ લિસ્ટમાં.
- આગામી સમયમાં ખાલી જગ્યાઓ માટે શાળા પસંદગી પ્રક્રિયા શરૂ થશે.
- સરકારી શાળાઓનું લિસ્ટ 04/09/2025 અને અનુદાનિતનું લિસ્ટ 09/09/2025 ના રોજ જાહેર થયું.
- વધુ માહિતી માટે ઉમેદવારોએ GSERC ની વેબસાઇટ જોતા રહેવું.
Gujarat teaching assistant recruitment: ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ની ભરતી માટેનું વેઇટીંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા આ લિસ્ટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. 04/09/2025 ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 286 ઉમેદવારોનું લિસ્ટ અને 09/09/2025 ના રોજ અનુદાનિત શાળાઓ માટે 532 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. હવે આગામી દિવસોમાં આ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
લાંબા સમયથી રાહ જોઈ રહેલા શિક્ષણ સહાયક ના ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિએ સરકારી અને અનુદાનિત બંને પ્રકારની શાળાઓ માટેના વેઇટીંગ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે.
સરકારી શાળાઓનું વેઇટીંગ લિસ્ટ
શૈક્ષણિક વર્ષ 2024 માટે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ની ભરતી અંતર્ગત કુલ 286 ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ 04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને આગામી તબક્કામાં ખાલી જગ્યાઓ પર નિમણૂક માટે તક મળી શકે છે.
અનુદાનિત શાળાઓનું વેઇટીંગ લિસ્ટ
આ જ રીતે, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 માટે કુલ 532 ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ 09/09/2025 ના રોજ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારો માટે પણ ખાલી જગ્યાઓ પર ભરતીનો માર્ગ મોકળો થયો છે.
આગામી પ્રક્રિયા અને ઉમેદવારો માટે સૂચના
શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે આ બંને લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ટૂંક સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારોએ આ લિસ્ટમાં પોતાનું નામ જોયું હોય, તેમણે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ https://gserc.in/ ની મુલાકાત લેતા રહેવું. આ પ્રક્રિયા બાદ યોગ્ય ઉમેદવારોને તેમની પસંદગી મુજબની શાળાઓમાં નિમણૂક આપવામાં આવશે.





















