શોધખોળ કરો
Advertisement
અમરેલીમાં ભારે વરસાદ બાદ કયા જાણીતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ? નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રામગઢ, જાબાળ, ગાધકડા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખેતરોમાં નદીઓ વહેતીઓ થઈ હતી.
અમરેલીઃ ભારે વરસાદ બાદ મેઘરાજાએ ત્રણ દિવસથી અમરેલીમાં વિરામ લીધો હતો. પરંતુ ગઈકાલ સાંજથી અમરેલી જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતી છે. ખાંભામાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાયડી ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા ચોત્રા, મીઠાપુર, નાના-મોટા બારમણ, નાગેશ્રી સહિતના ગામોને એલર્ટ કરાયા છે.
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રામગઢ, જાબાળ, ગાધકડા સહિતના ગામોમાં ભારે વરસાદથી ખેતરોમાં નદીઓ વહેતીઓ થઈ હતી. અઠવાડિયા પહેલા પડેલા ભારે વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ પડતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજુલા શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ છે. રાજુલાના ગ્રામીણ વિસ્તારો ધારેશ્વર, ચારોડિયા, વાવેરામાં પણ વરસાદ પડ્યો હતો.
જાફરાબાદ પંથકમાં વરસાદને પગલે ચેકડેમ ફરી છલકાયા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવક થતાં લોર ગામે આવેલી ધાતલ નદીમાં પૂર આવ્યું હતું. નદી પર આવેલો ચેકડેમ પણ છલકાઈ ગયો હતો.
IPL 2020નો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ તારીખે કોની કોની વચ્ચે થશે ટક્કર, જુઓ લિસ્ટ
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને જાનથી મારી નાંખવાની મળી ધમકી, ફોન કરીને માતોશ્રી ઉડાવવાની કરી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement