શોધખોળ કરો

Weather: ગુજરાતમાં આગામી 12 કલાકમાં ત્રાટકશે વાવાઝોડું ? હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં વાવાઝોડાની સાથે સાથે આગામી 9 અને 10 જૂને વરસાદની પડવાની પણ સંભાવના છે

Gujarat Weather: રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે, આગામી સમયમાં ફરી એકવાર વાવાઝોડુ રાજ્યમાં અનેક વિસ્તારોમાં કેર વર્તાવી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના પુરેપુરી છે. અત્યારે દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં તમામ પૉર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં અત્યારે ડિપ્રેશન સક્રિય થયુ છે, આ કારણે રાજ્યમાં ભારે વાવાઝોડાનો ખતરો વર્તાઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં વાવાઝોડાની સાથે સાથે આગામી 9 અને 10 જૂને વરસાદની પડવાની પણ સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે. ભાવનગર અને અમરેલીમાં પણ ગાજવીજ સાથે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ લોકલ ઓનવેકટીવ એક્ટિવિટીની સંભાવના છે. 

હવામાન વિભાગે વાવાઝોડાને લઈને મહત્ત્વની જાણકારી આપી છે. જે અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે અને તે આજે, 06મી જૂન, 2023 ના IST 0530 કલાકે કેન્દ્રિય છે અને અક્ષાંશ 11.3°N નજીક છે અને રેખાંશ 66.0°E છે.  ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1160 કિમી દક્ષિણે અને 1520 કિમી કરાચીની દક્ષિણે તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને પૂર્વ મધ્ય અરેબિયનમાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

સરકારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના તમામ બંદરો પર 1 નંબરનું સીગ્નલ અપાયું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂન આસપાસ લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆત દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે. ત્યારે 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તો દરિયાકિનારે 50થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે. જો છેલ્લી ઘડીએ વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget