શોધખોળ કરો

Gujarat Weather : ભરૂચના આમોદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન, વીજળી પણ ડૂલ

માવઠાના કારણે કેરીના પાકને નુકશાનની ભીતિ છે. કેરી પર આવેલા મોર ખરી પડવાની આશંકા છે. મહારાષ્ટ્ર બોર્ડર નંદુરબારમાં કમોસમી વરસાદ પડ્યો છે.

Gujarat Weather Update: રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી અસર ગુજરાતા વાતાવરણ પર જોવા મળી છે.  સુરત શહેરમાં માવઠા જેવું વાતાવરણ છે, આકાશમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. માવઠાના કારણે કેરીના પાકને નુકશાનની ભીતિ છે. કેરી પર આવેલા મોર ખરી પડવાની આશંકા છે. મહારાષ્ટ્ર બોર્ડર નંદુરબારમાં કમોસમી વરસાદ પડ્યો છે.

ભરૂચના વાતાવરણમાં પલટો

ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ છે. આમોદમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. આમોદ  શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. શીત લહેરો સાથે મેઘરાજાએ દસ્તક દીધી હતી. વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ છે.

બનાસકાંઠામાં સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ

બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે કાળા ડિંબાગ વાદળો આકાશમાં ઘેરાયા હતા. ધાનેરા,દાંતીવાડા, પાંથાવાડાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં અંધારપટ છવાયું છે, વરસાદી વાતાવરણ છવાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. રાયડો, જીરું, બટાકા, ખેતી પાકોની કાપણી સમયે ખેડૂતો ચિંતામાં છે.

વડોદરાના શિનોરમાં મધરાત્રે વરસાદ

વડોદરાના શિનોરમાં મધરાત્રીએ વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે અસહ્ય ગરમી બાદ રાત્રી દરમિયાન વાતાવરણ બદલાયું હતું. વડોદરાના શિનોરમાં રાત્રી ના 2 થી 3 ના અરસામાં વિજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો.

ગોંડલ રાજકોટ વચ્ચે વાહન ઉપર કરા પડતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવકનું મોત 

સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવાનનું મોત નિપજ્યુ છે. સુરતનાં ઓલપાડના સરથાણા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ ગામો વચ્ચેનું યુવા સંગઠન મજબૂત બને તે હેતુથી સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. નરથાણા ગામ અને વલુક ગામ વચ્ચેની મેચમાં આક્રમક બેટિંગ માટે જાણીતો નિમેષકુમાર રમેશ આહીર પણ રમતો હતો. તેણે 18 બોલમાં 41 રન ફટકાર્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જે બાદ ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા આરામ કરવા ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાJunagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાનVadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Embed widget