શોધખોળ કરો
Advertisement
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 151 તાલુકામાં વરસાદ, વલસાડના ઉમરગામમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 151 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 48 તાલુકામાં એકથી સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 151 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 48 તાલુકામાં એકથી સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કચ્છના લખતરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહી છે મેઘરાજાની મહેર. સમગ્ર સૌરાષ્ટ્ર આતૂરતા પૂર્વક રાહ જોતું હતું તે ભાદર ડેમ આજે ઓવરફ્લો થઈ જતા 46 ગામના ખેડૂતોને સિંચાઇ માટેની સમસ્યા એક ઝાટકે દૂર થઈ છે.
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 150.87 ટકા વરસાદ, તો સૌરાષ્ટ્ર ઝોનમાં 119 .18 ટકા અને દક્ષિણ ઝોનમાં 81.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલુ લૉ પ્રેશર ગુજરાત તરફ આગળ વધતા રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના મતે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion