શોધખોળ કરો

આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડશે, 9 જિલ્લામાં 'રેડ એલર્ટ'

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર, 7 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે મેઘગર્જના સાથે વરસાદની સંભાવના.

Gujarat Rain Alert: ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં તોફાની પવન, ભારે વરસાદ અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવા તથા જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપી છે.

આ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર

અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમ તોફાની પવન સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે, પ્રતિ કલાક 15 મીલીમીટરથી વધુ ભારે વરસાદ અને વીજળી પડવાની મધ્યમ સંભાવના (60%) વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારોના લોકોને સલામત સ્થળે રહેવાની અને બિનજરૂરી કામ માટે બહાર ન જવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ'

પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. અહીં હળવા તોફાન સાથે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 5 થી 15 મીલીમીટરના મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે વીજળી પડવાની સંભાવના 30% થી 60% જેટલી ઓછી છે.

આ જિલ્લાઓમાં 'યલો એલર્ટ'

મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં 'યલો એલર્ટ' જારી કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 5 મીલીમીટરથી ઓછા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેર

ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ, હાલમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં સારો વરસાદ જોવા મળશે. ખાસ કરીને, આજે એટલે કે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

આજે ક્યાં પડશે અતિભારે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં તંત્ર અને લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

આ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે, જોકે નીચાણવાળા વિસ્તારો અને શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં ચોમાસું સક્રિય રહેશે અને સારો વરસાદ નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget