Health Workers Andolan : મંજૂરી વગર વિરોધ કરી રહેલા આરોગ્યકર્મીઓની અટકાયત
પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ગાંધીનગરમાં ચાલતા આંદોલનો સમેટવા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. ત્રણથી વધુ આંદોલનોના સમાધાનબાદ સત્યાગ્રહ છાવણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ગાંધીનગરમાં ચાલતા આંદોલનો સમેટવા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. ત્રણથી વધુ આંદોલનોના સમાધાનબાદ સત્યાગ્રહ છાવણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પરમીશન ન હોવા છતા આરોગ્ય કર્મીઓ એકઠા થયા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી. આંદોલન કારી કર્મચારીઓને ધરણા કે રેલીમાં માટે એકત્ર થવુ નહી. કોઈ કર્મચારી ધરણા કે રેલી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીયએસપી-ગાંઘીનગર એમ.કે રાણાએ જણાવ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા સરકાર પગલાંઓ લેશે. આંદોલન કરતા કર્મચારી ઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરાશે. ૮ ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે સરકારે આંદોલન સમેટી લેવા રજુઆત કરાય હતી.