શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

tomorrow weather forecast 2026: હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી: યુપી, બિહાર અને દિલ્હી સહિત 13 રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડશે, પહાડી વિસ્તારોમાં કરા પડવાની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે 18 જૂન માટે દેશભરમાં મોટું એલર્ટ જાહેર કર્યું.
  • 13 રાજ્યોમાં 80 કિમી/કલાકની ઝડપે ભારે વરસાદ, પવન ફૂંકાશે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશનથી વીજળી, કરા પડશે.

tomorrow weather forecast 2026: દેશભરમાં ચોમાસાએ રફતાર પકડી લીધી છે, ત્યારે હવામાન વિભાગે (IMD) આવતીકાલ એટલે કે 18 જૂન માટે એક મોટું એલર્ટ જાહેર કર્યું છે. નવી આગાહી મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત દેશના 13 જેટલા રાજ્યોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની શક્યતા છે. 18 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારત પર એક નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થવા જઈ રહ્યું છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાથી નુકસાન થઈ શકે છે, જ્યારે પહાડી વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. જો તમે પણ કાલે ઘરની બહાર નીકળવાના છો અથવા કોઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો આ લેટેસ્ટ વેધર અપડેટ ચોક્કસ જાણી લેજો.

આ 13 રાજ્યોમાં છે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાલે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી છે.

આવતીકાલ માટે રાજ્યવાર હવામાનની માહિતી:

દિલ્હી (18 જૂન): રાજધાની દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 60 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાલે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ 31 ડિગ્રી રહેવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ (18 જૂન): નોઈડા (ગૌતમ બુદ્ધ નગર), મેરઠ, આગ્રા, કાનપુર, લખનૌ સહિતના અનેક જિલ્લાઓમાં 70 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ છે. લખનૌમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે.

બિહાર (18 થી 20 જૂન): પટના, ચંપારણ, મુઝફ્ફરપુર, ભાગલપુર સહિતના વિસ્તારોમાં 70 થી 75 કિમીની ઝડપે તોફાની પવન સાથે વરસાદની ચેતવણી છે. પટનામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.

ઝારખંડ (18 અને 19 જૂન): બોકારો, ધનબાદ, રાંચી સહિતના વિસ્તારોમાં 50 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાંચીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?

પહાડી રાજ્યો (ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ): ઉત્તરાખંડના નૈનીતાલ, દેહરાદૂન, ઋષિકેશ અને હિમાચલના શિમલા, મનાલી, કુલ્લુમાં ભારે વરસાદ અને 70 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. મનાલીમાં તાપમાન ઘટીને 6 થી 13 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

જમ્મુ-કાશ્મીર (18 અને 19 જૂન): જમ્મુ, શ્રીનગર, અનંતનાગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. શ્રીનગરમાં તાપમાન 15 થી 24 ડિગ્રીની વચ્ચે રહેશે.

પંજાબ અને રાજસ્થાન (18 જૂન): પંજાબના પટિયાલા, લુધિયાણા અને અમૃતસરમાં 50 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે રાજસ્થાનના બિકાનેર, જોધપુર, ઉદયપુર અને જયપુરમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. જયપુરમાં તાપમાન 38 ડિગ્રી રહેશે.

આ પણ વાંચોઃ ચોમાસું ક્યાં અટક્યું? 23 જૂન સુધી આ રાજ્યોમાં રાહ જોવી પડશે, જુઓ લેટેસ્ટ હવામાન અપડેટ

મધ્ય પ્રદેશ (18 થી 20 જૂન): ભોપાલ, ગ્વાલિયર, શિવપુરી સહિતના વિસ્તારોમાં 70 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી છે. ભોપાલમાં તાપમાન 34 ડિગ્રી સુધી રહી શકે છે.

પશ્ચિમ બંગાળ અને આસામ (18 થી 21 જૂન): કોલકાતા, હાવડા અને આસામના ગુવાહાટી, દિબ્રુગઢમાં 60 થી 75 કિમીની ઝડપે તોફાની પવન અને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની ધારણા છે.

Frequently Asked Questions

આવતીકાલ, 18 જૂન માટે મુખ્ય હવામાન ચેતવણી શું છે?

હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત 13 રાજ્યોમાં 80 કિમી/કલાકની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

કયા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે?

ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એલર્ટ છે.

આ હવામાન પરિવર્તન પાછળના મુખ્ય કારણો શું છે?

18 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારત પર નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થઈ રહ્યું છે, જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે.

આ હવામાનને કારણે કયા ખાસ જોખમોની આગાહી છે?

પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાથી નુકસાન થઈ શકે છે. પહાડી વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget