શોધખોળ કરો

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ

gujarat weather update today: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ: ક્યાંક ગરમીથી રાહત તો ક્યાંક બફારાથી લોકો બેહાલ, વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં આનંદ છવાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, અનેક વિસ્તારોમાં વરસાદ.
  • જૂનાગઢ, નવસારી, અરવલ્લીમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી.
  • અમદાવાદના બોપલ-શેલામાં વરસાદ, ખેડૂતોમાં વાવણીની આશા જાગી.
  • કચ્છમાં વરસાદ બાદ બફારો વધતા લોકો પરેશાન થયા હતા.

gujarat weather update today: ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજે જૂનાગઢ, નવસારી, અમદાવાદ, અરવલ્લી અને કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝરમર વરસાદ અને વરસાદી ઝાપટાં પડ્યા છે. આ વરસાદથી ક્યાંક લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય બફારામાંથી આંશિક રાહત મળી છે, તો ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ વધતા લોકો પરસેવે રેબઝેબ પણ થયા છે. બીજી તરફ વાવણીલાયક વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આ ઝાપટાં પડવાથી એક નવી આશા અને ખુશીનો સંચાર થયો છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, અહીં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના મેંદરડા અને માળીયા તાલુકા તેમજ ગડુ, શેરગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા લોકોને ભારે બફારામાંથી થોડી રાહત મળી હતી. આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. શહેરના સર્કિટ હાઉસ અને ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ચોમાસાની સત્તાવાર એન્ટ્રી હજુ બાકી હોવાથી ખેડૂતો અને શહેરીજનો હજુ પણ સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

આ ઉપરાંત મેગાસિટી અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે. શહેરના બોપલ અને શેલા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, જ્યારે પ્રહલાદનગર વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ભિલોડા શહેર અને ધોલવાણી, લીલછા જેવા ગ્રામ્ય પંથકમાં વરસાદ પડવાથી વાતાવરણ એકદમ ઠંડુગાર થઈ ગયું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

બીજી બાજુ, કચ્છ જિલ્લામાં વરસાદે લોકોને થોડી મુશ્કેલીમાં પણ મુક્યા છે. અહીં અલગ-અલગ વિસ્તારોમાં પ્રિ-મોનસૂન વરસાદ તો પડ્યો, પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા આ ઝરમર વરસાદના કારણે ઉકળાટ એટલો વધી ગયો કે નાગરિકો બફારાથી ભારે પરેશાન થયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ છે. જોકે, ગુજરાતમાં અત્યારે નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મોટો ભાગે હવામાન સૂકું રહ્યું છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આગામી 7 દિવસ સુધી પણ તાપમાન આવું જ રહેવાની ધારણા છે.

Frequently Asked Questions

ગુજરાતમાં આજે હવામાનની વર્તમાન સ્થિતિ શું છે?

ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝરમર વરસાદ અને વરસાદી ઝાપટાં પડ્યા છે.

રાજ્યના કયા જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન વરસાદ જોવા મળ્યો છે?

આજે જૂનાગઢ, નવસારી, અમદાવાદ, અરવલ્લી અને કચ્છ સહિતના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ અને વરસાદી ઝાપટાં પડ્યા છે.

પ્રિ-મોનસૂન વરસાદની શું અસરો જોવા મળી?

ક્યાંક લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી રાહત મળી, તો ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટ વધ્યો. ખેડૂતોમાં વાવણીલાયક વરસાદની આશા જાગી છે.

શું ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે?

ના, ચોમાસાની સત્તાવાર એન્ટ્રી હજુ બાકી છે. ખેડૂતો અને શહેરીજનો હજુ પણ સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Advertisement

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget