(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં તૂટી પડશે વરસાદ
ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરીથી ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠામાં કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.
ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો કે, કોઈપણ કર્મચારી કે અધિકારીઓએ હેડ ક્વાર્ટર ન છોડવું.
તો વધારે વરસાદની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્યના પણ આદેશ કરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. તો શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેંદ્રનગર, રાજકોટમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો વરસી ચૂક્યો છે 58 ટકા વરસાદ.નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસી ચૂક્યો છે વરસાદ તેના પર. તો કચ્છમાં સૌથી વધુ 104 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. જ્યારે સૌરાષ્ટ્રમાં 58 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં 74 ટકા અને મધ્ય ગુજરાતમાં 47 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33 ટકા વરસ્યો છે વરસાદ.
બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા કરી ધમાકેદાર એંટ્રી. જિલ્લાના મુખ્યમથક પાલનપુર સહિત દાંતા, વડગામ, અમીરગઢ અને ધાનેરા સહિતના તાલુકામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. ર્વત્રિક વરસાદથી બનાસકાંઠા જિલ્લો થયો પાણી-પાણી. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માર્કેટ યાર્ડની સામે એવો તો વરસ્યો વરસાદ કે રસ્તો થયો પાણીમાં ગરકાવ. અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા જાણે નદી બન્યા. અંબાજીના મુખ્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા. અંબાજીના રસ્તા પાણીમાં ગરકાવ થતાં શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.