Gujarat Rain live Update: ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત આ ઝોનમાં મેઘમહેર, જાણો રાજ્યના વરસાદ અપડેટ્સ
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છો. નર્મદામાં લાછરસમાં 5 ઇંચ વરસાદ પડતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
LIVE
Background
Gujarat Rain live Update:રાજ્યના ચારેય ઝોનમાં આજે ભારે વરસાદની ( rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી (forecast) વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કરાયું છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યા છે.. આજે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે.મહીસાગરના લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેરથી ખેડૂતમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે
પાટણના સિદ્ધપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણના સિદ્ધપુર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની પઘરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.નેદ્રા, ખલી, હીરાવની, ધરેવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નર્મદાના નાંદોદમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. નર્મદાના તિલકવાડામાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નાંદોદમાં ધોધમાર વરસાદથી લાછરસ ગામ બેટમાં ફેરવાયું હતું. લાછરસ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આણંદમાં ધોધમાર વરસાદ
આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સામરખા, ચિખોદરા, સદાનાપુરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આણંદના સામરખા ચિખોદરા સદાનાપુરા ગામડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે.
લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજા મહેરબાન
લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું છે. અમદાવાદમાં એયરપોર્ટ સર્કલ,શાહીબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાતા વરસાદી પાણી રસ્તા પર ભરાઇ ગયા છે. ઈન્દિરા બ્રિજ, ભાટ ગામ, સરદારનગર વિસ્તાર,આશ્રમ રોડ, એલીસ બ્રિજ, લાલ દરવાજા, મણીનગર, જયહિંદ ચાર રસ્તા, રામબાગ, મણીનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
રાજ્યના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
- વલસાડ, નવસારી, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ
- નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ
- દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ
- રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ
- અમદાવાદ જિલ્લામાં પણ વરસાદનું ઓરેંજ એલર્ટ
- રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ