(Source: Poll of Polls)
ઓગસ્ટના ચોથા રાઉન્ડમાં ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ
રાજ્યમાં હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેના કારણે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલ આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
ગાંધીનગર : રાજ્યમાં હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેના કારણે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલ આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ફરી વરસાદ વરસશે
રાજ્યના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર પર અસર કરશે. આવતીકાલે 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે.
આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરુ થશે. આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેમણે ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું છે.
જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા વરસી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં વાતાવરણની વાત કરીએ તો બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રેસર ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ વરસશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial