Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની આગાહી મુજબ 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. ભરૂચ, જંબુસર, પાદરા, વડોદરા અને નસવાડી પંથકમાં ભારે વરસાદ પડશે.
ગાંધીનગર: હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલની આગાહી મુજબ 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. ભરૂચ, જંબુસર, પાદરા, વડોદરા અને નસવાડી પંથકમાં ભારે વરસાદ પડશે. 13 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ વરસશે. ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ રહેશે. 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલભાઈના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે.
આ નવરાત્રિ પર વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિ પર વરસાદ વરસશે. 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે.
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના ભાગરુપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. જ્યારે સૌરાષ્ટ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે.
આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આવતીકાલે બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન ખૂબ જ ભારે, અતિ ભારે, મધ્યમ, અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ચાર મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય છે, જેમાં એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, અને શિયાર ઝોનનો સમાવેશ થાય છે.
- 4 સપ્ટેમ્બર: કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
- 4 સપ્ટેમ્બર: મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, અને ડાંગમાં યલો એલર્ટ.
- 5 સપ્ટેમ્બર: કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ.
- 6 સપ્ટેમ્બર: નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ, વરસાદની તીવ્રતા ઘટશે.
- 7 સપ્ટેમ્બર: નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત, પાલનપુરમાં લોકોના ઘરમાં ભરાયા પાણી