શોધખોળ કરો

Gujarat Rain: આવતીકાલે 5 જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ કર્યું જાહેર

Gujarat Weather Alert: 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain Alert: થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના સંકેત છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વિભાગના અધિકારીઓ અનુસાર, 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

તારીખવાર આગાહી આ મુજબ છે:

  • 9 સપ્ટેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ. અન્ય 29 જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા.
  • 10 સપ્ટેમ્બર: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં યલો એલર્ટ.
  • 11 સપ્ટેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ શાંત હતો, પરંતુ હવે ફરી એકવાર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સક્રિય થવાની શક્યતા છે.

સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)એ 9-10 સપ્ટેમ્બરે દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMDએ રવિવાર 8 સપ્ટેમ્બરે માહિતી આપી કે બંગાળની ખાડીમાં બનેલું નીચા દબાણનું ક્ષેત્ર હવે ડિપ્રેશન (અવદાબ)માં પરિવર્તિત થઈ ગયું છે. IMDના બુલેટિન અનુસાર, આ અવદાબ કલિંગપટનમ (આંધ્ર પ્રદેશ)થી લગભગ 310 કિમી પૂર્વે, ગોપાલપુર (ઓડિશા)થી 260 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વે, પારાદીપ (ઓડિશા)થી 290 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વે અને દક્ષિણ દીઘા (પશ્ચિમ બંગાળ)થી 410 કિમી દૂર સ્થિત છે.

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું કે ઓડિશાના ગંજામ, ગજપતિ, રાયગઢ, મલકાનગિરી અને કોરાપુટ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવતા 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કેન્દ્રપાડા, ખુર્દા, પુરી, જગતસિંહપુર, કટક, નયાગઢ, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર જિલ્લાઓ માટે 'યેલો' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે સોમવારથી બુધવાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

IMDએ કહ્યું છે કે 8-11 સપ્ટેમ્બર વચ્ચે સંભવિત અવદાબને કારણે ઓડિશાના દરિયાકિનારે અને બંગાળની ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જે 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આ દરમિયાન સમુદ્રમાં ન જાય.

આ પણ વાંચોઃ

આકરી ગરમી, મુશળધાર વરસાદ બાદ હવે કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની ભયંકર આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
SRH vs LSG live score: લખનૌએ હૈદરાબાદને ત્રીજો ઝટકો આપ્યો, પ્રિન્સે ટ્રેવિસ હેડને આઉટ કર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Embed widget