શોધખોળ કરો

આગામી 72 કલાક ભારે! ગુજરાતમાં આગામી 3 દિવસ ઘાતક વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી, કારણ વગર ઘરની બહાર ન નીકળવું

Gujarat heavy rain alert: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી, ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં.

Paresh Goswami weather prediction: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને તેમણે 'મેઘ તાંડવ' ગણાવ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મજબૂત બની છે, જેના કારણે 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે તેમણે ગાજવીજ, ભારે પવન અને વીજળી પડવા અંગે પણ સાવચેત રહેવાની અપીલ કરી છે.

હાલમાં ગુજરાતમાં ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ 4 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે હવે વધુ તીવ્ર બનશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ છે, જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પર સક્રિય છે. આ સિસ્ટમ અરબ સાગર સુધી ફેલાયેલા શિયર ઝોનમાંથી પૂરતો ભેજ મેળવી રહી છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી તે વધુ મજબૂત બનીને ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે.

કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?

  • ઉત્તર ગુજરાત: આ વિસ્તારમાં મેઘ તાંડવ જોવા મળશે. વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી, સમી, પાટણ, હારીજ, રાધનપુર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અહીં 5 થી 10 ઇંચ અને અમુક આઇસોલેટેડ વિસ્તારોમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે.
  • કચ્છ: આ વર્ષનું સૌથી ભારે વરસાદનું રાઉન્ડ કચ્છમાં નોંધાશે. 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને રાપર, ખડીર અને વાગડ વિસ્તારમાં 2 થી 5 ઇંચ અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.
  • સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ હતો ત્યાં પણ સારો વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં 10 થી 12 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. રાજકોટ અને બોટાદમાં 1 થી 3 ઇંચ, જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં 3 થી 5 ઇંચ, અને કેટલાક સેન્ટરમાં 5 થી 10 ઇંચ વરસાદની સંભાવના છે.
  • મધ્ય અને દક્ષિણ ગુજરાત: આ વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા, કપડવંજ જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અહીં 2 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા, ભરૂચ, નર્મદા અને તાપી જેવા વિસ્તારોમાં મધ્યમથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.

સાવચેતી અને સલામતી

પરેશ ગોસ્વામીએ લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વરસાદ દરમિયાન ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ રહેશે, જેથી વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, લીલા ઝાડ કે વીજપોલ નીચે ન ઊભા રહેવા, અને નીચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સલાહ આપી છે. અરબ સાગરમાં કરંટ હોવાથી માછીમારો અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget