શોધખોળ કરો
Advertisement
ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, જાણો વિગતે
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 58 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 108 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 92 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં 10 ઓગસ્ટથી લો પ્રેશર સર્કિય થયું છે. ઉપરાંત રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.
રાજ્ય ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શેક છે. આજે. આજે સુરત, નવસારી, વલસાડ,દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુરુવારની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબરી શકે છે. જ્યારે શુક્રવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ તો સુરત ડાંગ , નવસારીમાં ભારેથી અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધી વરસાદની સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 58 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 108 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 92 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 43, મધ્ય ગુજરાતમાં 42, ઉત્તર ગુજરાતમાં 45 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રના 25 જ્યારે કચ્છના 5 તાલુકાઓમાં 100 ટકાથી વધારે વરસાદ થઈ ચુક્યો છે.
દ્વારકાના ભાણવડ તાલુકામાં 210 ટકા અને ખંભાળિયા તાલુકામાં 230 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે માંડવીમાં 188 ટકા, કાલાવડમાં 169 ટકા, દ્વારકામાં 190 ટકા, કલ્યાણપુરમાં 171 ટકા, ખંભાળિયામાં 230 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે કુતિયામાં 151 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં સૌથી વધુ દ્વારકામાં જ્યારે સૌથી ઓછો વરસાદ દાહોદમાં નોંધાીયો છે..
હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાતમાં પડી રહેલ વરસાદને કારણે ખેતીને ફાયદો થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement