શોધખોળ કરો
Advertisement
આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
આજે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
ગાંધીનગર: અરબી સમુદ્ર ઉપર સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના સોમનાથ, જૂનાગઢ, અમરેલી જ્યારે દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થાય તેવી સંભાવના છે.
મંગળવારે અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ વરસાદ તૂટી પડ્યો હતો તેવો જ વરસાદ આજે ગુજરાતમાં થાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે.
આજે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથમાં પણ તોફાની વરસાદ વરસી શકે છે.
આવતીકાલે નર્મદા, ભરૂચ, સુરત સહિત ગુજરાતનાં કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં જે રીતે ગઈકાલે કાળું આકાશ થયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો તેવો વરસાદ થવાની પણ સંભાવના વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement