ગુજરાતમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ ?
19, 20 અને 21 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે . ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમા ફરી એક વખત વરસાદની માહોલ જામ્યો છે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત થઈ છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 19, 20 અને 21 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે . ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સુચના છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર- ક્ચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19, 20 અને 21 તારીખે ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં 19-20 ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી
ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થશે. રાજ્યમાં આગાણી 17 જુલાઈથી 19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય આહવા, ડાંગ, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
https://t.me/abpasmitaofficial