શોધખોળ કરો
Advertisement
આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
સૌરાષ્ટ્ર અને તેની આસપાસ હવાનું હળવું દબાણ સર્જાયું છે અને સમુદ્રી ઊંચાઇથી ૭.૬ કિલોમીટરે દક્ષિણપશ્ચિમ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે અનેક જિલ્લાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. આ મેઘમહેર હજુ પણ આગળ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'સૌરાષ્ટ્ર અને તેની આસપાસ હવાનું હળવું દબાણ સર્જાયું છે અને સમુદ્રી ઊંચાઇથી ૭.૬ કિલોમીટરે દક્ષિણપશ્ચિમ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આગમી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમાં રાજકોટ-જામનગર-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથ-આણંદ-વડોદરા-ભરૂચ-સુરત-નવસારી-કચ્છનો સમાવેશ થાય છે. ઉપરાંત બુધવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
આગામી ૮ જુલાઇ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને આગામી ૯ જુલાઇ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion