શોધખોળ કરો
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશનને કારણે ગુજરાતના દરિયા કિનારે 3 જૂને ત્રાટકી શકે છે હિકા વાવાઝોડું
એક બાજૂ ગુજરાતમાં કોરોનાાનું સંકટ છે તો બીજી બાજૂ રાજ્ય પર હિકા વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર : એક બાજૂ ગુજરાતમાં કોરોનાાનું સંકટ છે તો બીજી બાજૂ રાજ્ય પર હિકા વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંકટના પગલે કચ્છ તંત્ર એલર્ટ બન્યું છે. દક્ષિણપૂર્વ અને નજીકના પૂર્વ સેન્ટ્રલ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રનો નીચા લો પ્રેસર યથાવત્ છે. તે આગામી 24 કલાક દરમિયાન પૂર્વ સેન્ટ્રલ અને અડીને આવેલા દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર ઉપરના ડીપ્રેશન બને તેવી સંભાવના છે અને ત્યારબાદના 24 કલાક દરમિયાન પૂર્વ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર ચક્રવાત વાવાઝોડામાં વધુ તીવ્રતા આવે તેવી સંભાવના છે. રાજ્યમાં વાવાઝોડ઼ું 4થી 5 જૂને રાજ્યના ઓખા, દ્વારકા, અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. અગાઉ આ વાવાઝોડું ઓમાનના અખાત તરફ ફંટાવાનું હતું, પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસથી સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જેને લઈને પોલીસ અને વહીવટી પ્રશાસન એલર્ટ બન્યું છે.
વધુ વાંચો





















