શોધખોળ કરો

Tapi: વ્યારા તાલુકાના ઝાંખરી ગામે પતિ-પત્નીએ એક સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામે પતિ-પત્નીએ એક સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

તાપી:  તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામે પતિ-પત્નીએ એક સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.  પતિ-પત્ની વચ્ચે અવાર નવાર નાની નાની બાબતમાં ઘર કંકાસ થતો હોવાના કારણે બંનેએ સાથે આત્મહત્યા કરી લીધી હતી.  ઝાંખરીના ડુંગરી ફળિયા ખાતે પોતાના ઘરમાં લાકડા સાથે દોરડું  બાંધી આત્મહત્યા કરી લેતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર, જાણો લલિત વસોયા અને કિરિટ પટેલે ક્યાં મુદ્દે વ્યક્ત કરી નારાજગી

પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે  ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના  પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને  પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે.

પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. કિરિટ પટેલે જણાવ્યું કે, પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમ પણે લેવો પડશે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે,પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પગલા લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા પક્ષની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

લલિત વસોયાએ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠન સામેની નારાજગીના મુદ્દે વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુદ્દા છે. જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, , સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને  કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે. 

જગદિશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

બંને ધારાસભ્યની નારાજગી પર સખત શબ્દોમાં જગદિશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ ના આંતરિક વિખવાદો મુદ્દે તેમ જ ધારા સભ્ય કિરીટ પટેલ ના આક્ષેપોનો પણ જગદીશ ઠાકોરે જવાબ આપ્યો.. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે તેવું જગદીશ ઠાકોરે સ્પષ્ટ કર્યું...આ ઉપરાંત આંતરિક પ્રશ્નો ની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે એવું તેમણે જણાવ્યું. આ ઉપરાંત પક્ષના પૂર્વ ધારાસભ્યોની નારાજગી બાબતે પણ તેમણે પ્રતિક્રિયા આપી... કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવું જોઈએ તેવી માનસિકતા માંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ તેવું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget