શોધખોળ કરો

દાહોદમા વિધર્મી યુવક યુવતીને ભગાડી જતાં લોકોમાં રોષ, દુકાનો રહી  સજ્જડ બંધ

દાહોદ જિલ્લાના ગાંગરડી ગામમાં દુકાનો સજ્જડ બંધ રહી હતી. વાસ્તવમાં એક વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા લોકો રોષે ભરાયા હતા

દાહોદઃ દાહોદ જિલ્લાના ગાંગરડી ગામમાં દુકાનો સજ્જડ બંધ રહી હતી. વાસ્તવમાં એક વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા લોકો રોષે ભરાયા હતા. મળતી  જાણકારી અનુસાર, દાહોદના ગાંગરડી ગામમાં એક યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. જોકે બાદમાં તેમને જાણકારી મળી હતી કે  યુવતીને એક વિધર્મી યુવક ભગાડી ગયો હતો. આ ઘટનાને પગલે યુવતીના  પરિવારજનો સહિત ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો.

ગાંગરડી ગામના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી રોષ વ્યક્ય કર્યો હતો. લોકોની માંગ છે કે આરોપી યુવકને પકડીને કડક કાર્યવાહી  કરવામાં આવે. હાલ તો પોલીસે યુવક અને યુવતીની શોધખોળ શરૂ કરી છે.

સુરતઃ સુરતમાં પિતાએ જ કરાવ્યું પુત્રનું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો

સુરતમાં એક  પિતાએ જ પોતાના પુત્રનું અપહરણ કરાવ્યાંની ઘટના સામે આવી છે. અમરોલી પોલીસે આ કેસમાં કોઈ રીઢા ગુનેગાર નહીં પરંતુ નશો છોડાવવા માટે  યુવકનું અપહરણ કરી લઈ જનાર પિતરાઈ ભાઈ અને નશામુક્તિ કેન્દ્રના કર્મચારીઓની અટકાયત કરી છે. 

સુરતના અમરોલી વિસ્તારના આવેલી અમરદીપ સોસાયટીમાં  લોન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં 32 વર્ષીય જગદીશ પ્રેમજી માલવિયા રાત્રે સવા બે વાગ્યે સુવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે એક કાર તેમના ઘર પાસે આવીને ઊભી રહી હતી અને લોનના કામ માટે બહાર બોલાવી નંબર વિનાની સ્કોર્પિઓમાં કેટલાક શખ્સો અપહરણ કરી ગયા હતા.યુવકના પિતરાઇ ભાઇ કલ્પેશ માલવિયાએ ત્વરિત પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ પણ ધંધે લાગી હતી. અપહરણમાં વપરાયેલી કારનો સાયણ ચેકપોસ્ટના કર્મચારીઓએ પણ બાઇક મારફત પીછો કર્યો હતો, પરંતુ કાર છટકી જતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સવારે કલ્પેશને ફોન આવ્યો હતો. ફોનકર્તાએ પોતે કઠોરના જય ચેરિટેબલ નશામુક્ત કેન્દ્રમાંથી બોલતો હોવાનું અને તેના પિતરાઇને તેઓ જ અપહરણ લઇ આવ્યાનું જણાવ્યું હતું. યુવકના પિતાએ જ નશાની ચુંગાલમાંથી છોડાવવા તેને લઇ આવવા જણાવ્યું હોવાનું જણાવતાં કલ્પેશભાઇ સીધા અમરોલી પોલીસમથકે પહોંચ્યા હતા. નશામુક્તિ કેન્દ્ર દ્વારા નંબર વિનાની કારમાં જે રીતે અપહરણ કરાયું હતું અને પોલીસને પણ જાણ કરવાની તકેદારી નહિ લેવાઇ હોઇ,  પોલીસે અપહરણમાં સંડોવાયેલા ચારને અટકાયતમાં લઇ તપાસ હાથ ધરી હતી.

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget