શોધખોળ કરો

ગુજરાતમાં પણ કેજરીવાલવાળી, રાજ્યની કઈ પાંચ ગ્રાન્ટેડ સ્કૂલોનો વહીવટ સરકાર હસ્તક લેવાશે ? જાણો શું છે કારણ ?

રાજ્ય સરકાર રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સ્કૂલોમાં કેન્દ્રીય ધોરણે ભરતી કરે છે.

અમદાવાદઃ ગુજરાત સરકારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને રસ્તે ચાલીને રાજ્યની પાંચ સ્કૂલોનો વહીવટ પોતાને હસ્તક લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.

રાજ્ય સરકાર રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સ્કૂલોમાં કેન્દ્રીય ધોરણે ભરતી કરે છે. આ ભરતીમાં ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી થયેલા અને પસંદગી પામેલા શિક્ષકોને નિમણૂંક પત્રો અપાઈ ગયા છે અને મોટા ભાગની સ્કૂલોએ શિક્ષકોને હાજર કરી લીધા છે પરંતુ રાજ્યની વિવિધ જિલ્લાની પાંચ ગ્રાન્ટેડ સ્કૂલોએ નિમણૂંક પામેલા શિક્ષકોને હાજર ના કરતાં કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા સરકારને આસ્કૂલોનો વહિવટ હસ્તગત કરવા દરખાસ્ત મોકલી છે. આ પાંચ સ્કૂલો પૈકી બે સ્કૂલના સંચાલકોએ ઉમેદવારો પાસે રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ પણ થઈ છે.

કમિશનર ઓફ સ્કૂલે વડાદરના પાદરા તાલુકાની ડભાસા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ,  આણંદની

  એચ. એલ. પટેલ સ્કૂલ, વી. જે. પટેલ સ્કૂલ અને સરસ્વતી સ્કૂલ તેમજ દાહોદની ગરબાડા તાલુકાના નેલસુરની  વણીકરદાદા  હાઈસ્કૂલનો વહિવટ હસ્તક લેવા દરખાસ્ત કરી છે. આ માટે સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારી (ડીઈઓ)ને પરિપત્ર મોકલીને આ સ્કૂલોમાં નિમાયેલા શિક્ષકોને હાલ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોકલવા આદેશ કર્યો છે.

મળતી માહિતી મુજબ આ પાંચ ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી બે સ્કૂલોમાં સંચાલકો દ્વારા શિક્ષકને હાજર થવા માટે રૂપિયા માંગવામા આવ્યા હતા. સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર થશે તો પાંચ વર્ષ માટે સ્કૂલનો વહિવટ સરકાર હસ્તક રહેશે અને ડીઈઓ દ્વારા કલાસ-2 ઓફિસરની વહિવટદાર તરીકે નિમણૂંક થશે.

કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ તમામ જિલ્લામાં ડીઈઓ દ્વારા મંડળો પાસેથી ભલામણપત્રો મંગાવ્યા બાદ ઉમેદવારોને નિમણૂંકો અપાઈ છે .ઉમેદવારોને નિમણૂંકપત્રોનું વિતરણ થયા બાદ પણ કેટલાક જિલ્લામાં સ્કૂલોના મંડળોએ શિક્ષકોને હાજર કર્યા નથી. ડીઈઓ દ્વારા નોટિસ બાદ પણ શિક્ષકોને હાજર ન કરતા અંતે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા આવી પાંચ ગ્રાન્ટેડ સ્કૂલોનો વહિવટ સરકાર હસ્તક લેવા દરખાસ્ત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
10 વર્ષે આવ્યો 'ન્યાય'! ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, 38 ને પુરાવાના અભાવે છોડાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
Embed widget