રાજ્યની કઇ હોસ્પિટલમાં અચાનક ખૂટ્યો ઓક્સિજન, 70 દર્દીના જીવ જોખમમાં મૂકાયા.. જાણો શું છે ઘટના
રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. કોરોનાનું નવો સ્ટ્રેન ઘાતક બની રહ્યો છે. આ સ્થિતિમાં ઓક્સિજનની અછત વર્તાય રહી છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અચાનક ઓક્સિજન ખૂટી જતાં પરિવાજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. કોરોનાનું નવો સ્ટ્રેન ઘાતક બની રહ્યો છે. આ સ્થિતિમાં ઓક્સિજનની અછત વર્તાય રહી છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અચાનક ઓક્સિજન ખૂટી જતાં પરિવાજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા.
રાજકોટની શાંતિ કોવિડ હોસ્પિટલમાં 70 દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા.આ સ્થિતિમાં ટેન્કમાંથી ઓક્સિજન ખાલી થવાની સ્થિતિ સર્જાઇ છે. તેના કારણે દર્દીના પરિવારજનોના જીવ તાળે ચોંટ્યાં હતા. હોસ્પિટે આ મામલે તંત્રને પણ જાણ કરી હતી પરંતુ કલાકો બાદ પણ કોઇ પગલા ન લેવાતા પરિવાર જનો ચિંતામાં મૂકાયા હતા.
જો કે ત્યારબાદ શાંતિ હોસ્પિટલે સુરભી હોસ્પિટલમાંથી ઓક્સિજન લીધો હતો. હાલ સ્થિતિ એ છે કે એક ઓક્સિજન ટેન્કમાંથી બે હોસ્પિટલના દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. જો કે આ ટેન્ક પણ ખાલી થઇ જતાં શું પરિસ્થિતિ થશે તે મુદ્દે દર્દીના પરિવાર અને હોસ્પિટલ તંત્ર પણ ચિતિત છે. ઓક્સિજન પર 70 દર્દી હોવાથી પરિવારજનોએ અને હોસ્પિટલ તંત્રએ ક્લેક્ટર સાથે બેઠક કરી હતી. જો કે બેઠક થયાને કલાકો બાદ પણ ઓક્સિજનની વ્યવસ્થા ન હતી થઇ.
એબીપીના અહેવાલ બાદ ઓક્સિજનની થઇ વ્યવસ્થા
રાજકોટની શાંતિ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જવાની ઘટનાને એબીપી અસ્મિતાએ પ્રસારિત થઇ કર્યાંના થોડા સમયમાં જ શાંતિ હોસ્પિટલમાં ઓક્સિનજની વ્યવસ્થા થઇ ગઇ હતી.આ મામલે હોસ્પિટલના સંચાલક સાંતનું જીવાણીએ એબીપી અસ્મિતાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનિય છે કે રાજકોટની શાંતિ કોવિડ હોસ્પિટલમાં 70 કોવિડ પેશન્ટ હાલ ઓક્સિજન પર છે. જો કે ઘટનાનો અહેવાલ એબીપી અસ્મિતામાં રજૂ થયા બાદ તરત ઓક્સિજનની વ્યવસ્થા થઇ ગઇ હતી. દર્દી માટે ઓક્સિજનની વ્યવસ્થા થઇ જતા દર્દીના સ્વજને રાહતનો શ્વાસ લીધો હતો.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.