Gujarat Corona Case Update: ગુજરાતમાં કોરોનાના 317 નવા કેસ નોંધાયા, આ શહેરમાં એક મોત થયું
રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 317 કેસ નોંધાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 317 કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2220 પર પહોંચ્યો છે જ્યારે 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 94 કેસ નોંધાયા છે. મહેસાણામાં 27 કેસ, મોરબીમાં 29 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા અને ભરુચમાં 14-14 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 35 કેસ, વડોદરામાં 34 કેસ મોરબીમાં 29 કેસ, સુરત કોર્પોરેશનમાં 32 કેસ, વડોદરામાં 24, વડોદરા કોર્પોરેશનમાં 24, મહેસાણામાં 21 કેસ નોંધાયા છે.
રાજ્યભરમાં કુલ 317 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે અને ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા પહોચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 317 કેસ નોંધાયા છે.
દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
દેશની રાજધાની દિલ્હીમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 521 નવા કેસ સામે આવ્યા છે અને 216 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં પણ એક દર્દીનું મોત થયું છે. જોકે સોમવારની સરખામણીમાં પોઝીટીવ રેટમાં 15.64%નો ઘટાડો થયો છે. દિલ્હીમાં હાલમાં 1710 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં ગયા વર્ષે 27 ઓગસ્ટ પછી મંગળવારે સૌથી વધુ કેસ નોંધાયા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં કોવિડના કેસ વધ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણો સાથે કોવિડથી સંક્રમિત થયો છું. ડોકટરોની સલાહ મુજબ હું આગામી કેટલાક દિવસો સુધી મારા ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ. તમે બધા સાવચેતી રાખો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.
વસુંધરા રાજે પણ કોરોનાથી સંક્રમિત થયા
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે ટ્વીટ કરીને પણ આ માહિતી આપી હતી. વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું કે કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાની તપાસ કરાવવી જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ.