શોધખોળ કરો

Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ

Rain Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં 29 જુલાઇ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં વધુ વરસાદ પડવાનું અનુમાન છે.

Rain Forecast:રાજ્યમાં આગામી 4  દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન આગાહી કરી છે.  એક્ટિવ થયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર એરિયા  બની ગયા પછી પણ  તે ઘણા બધા વિસ્તારમાં વધુ વરસાદ લાવશે.  જેની સૌથી વધુ અસર મધ્ય ભારતને થશે. જેના કારણએ રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારમાં થશે.  આ વિસ્તારના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.  જેમાં બનાસકાંઠા, સાબરકાંછા અરવલ્લી, મહેસાણા, પાટણ,મહીસાગર, ગાંધીનગર અમદાવાદ,ખેડા આણંદ, પંચમહાલ, દાહોદ, છોડા ઉદેપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.

ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. કોઇ વિસ્તારમાં ભારે તો  કોઇ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે વડોદરા જિલ્લામાં પણ સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 30 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ અને સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારાકામાં  ભારે વરસાદનું અનુમાન છે. બાકીના જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ નોંધાઇ શકે છે. કચ્છમા પણ વરસાદનું જોર ઓછુ જોવા મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 29 જુલાઇ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

24 કલાકમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ?

  • વડગામ- 7.52 ઈંચ
  • મોડાસા -6.2 ઈંચ
  • તલોદ-5.5 ઈંચ
  • સિદ્ધપુર-5.2 ઈંચ
  • કપરાડા-5 ઈંચ
  • દહેગામ-4.8 ઈંચ
  • કઠલાલ -4.2 ઈંચ
  • મહેસાણા-4 ઈંચ
  • લુણાવાડા-4 ઈંચ
  • ધરમપુર -3.8 ઈંચ
  • પ્રાંતિજ-3.6 ઈંચ
  • કડાણા- 3.6 ઈંચ
  • ધનસુરા -3.6 ઈંચ
  • સતલાસણા-3.5 ઈંચ

અંબાલાલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગામી દિવસોમાં રાજ્ય માટે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન અનુસાર ઉત્તર ગુજરાત,  મધ્ય ગુજરાત,. દક્ષિણ ગુજરાત,  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે.બંગાળની સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશ તરફ આવી રહી છે, મધ્ય પ્રદેશથી સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આવશે,સિસ્ટમ મજબૂત થતા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.  સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ  ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget