શોધખોળ કરો

પાટનગરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM રૂપાણીએ કર્યું ધ્વજ વંદન

આ વખતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે જ કરવામાં આવી હતી. સીએમ રુપાણીએ કહ્યું સ્વરાજ્ય બાદ સુરાજ્ય આગળ વધ્યું છે. કોરોના મહામારી વચ્ચે આજે પરિસ્થિતિ અલગ છે.

ગાંધીનગર :  કોરોના મહામારીના કારણે આ વખતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે જ કરવામાં આવી હતી. 74મા સ્વતંત્રના પર્વ નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના વિસ્ટા ગાર્ડનમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાજરી આપી હતી. કોરોનાના આ વખતે સાદાઈથી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતાના આ પર્વમાં કોરોના વૉરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કરતા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, દેશ કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી વખતનું આંદોલન અને હાલ કોરોનાં ને માત આપવા માટેનું આંદોલન એક સરખું છે. કોરોનાં ની વૈશ્વિક મહામારીએ ગુજરાતને પણ બાકાત રાખ્યું નથી. ગુજરાતીઓનું ખમીર આપત્તિઓને અવસરમાં પલટે છે. સીએમ રુપાણીએ કહ્યું, આઝાદી પહેલા ગુજરાતનાં બે સપુતો મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આઝાદી ની લડત મા લીડરશિપ લીધી હતી. કોરોનાનાં કાળમા આજે સોશ્યલ ડિસ્ટન્સ અને અંતર જરુરી છે પણ પૂરો દેશમાં આજે એકતા સાથે આ તહેવાર ઉજવાય રહ્યો છે. CM રુપાણીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કહ્યું કે, રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. ખેડુતોની આવક ડબલ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યાં છે, હાલમાં જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. પહેલાનાં સમયમાં બિન ખેતી માટે શુ ચાલતું હતુ તેં મુદ્દે મારે હાલ કઈ કહેવાની જરૂર નથી, બિન ખેતીનું કાર્ય હવે ખૂબ સરળ કરવામાં આવ્યુ છે. જીલ્લા પંચાયતો પાસે થી આ કામગીરીઓ લઇ લેવામાં આવી છે. સરકારે લોકડાઉન દરમિયાન પણ ટેકાના ભાવે ખરીદી કરી છે. હાલમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે. પાણી અને વીજળી માટે સુચારુ આયોજન કર્યું છે. સરકારે 19 વર્ષમાં 1 લાખ 51 હજાર ચેકડેમો બનાવ્યાં છે. પાણીના વિકાસ સાથે ઉર્જાનો વિકાસ થઇ રહ્યો છે. વીજળી આપવા માટે દેશમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યના વંચિતોને સાંથણીની જમીન આપી છે. 60 લાખ જેટલા પરિવારને મા અમૃતમ યોજનામાં આવરી લેવામાં આવ્યાં છે. 1530 ગરીબ કલ્યાણ મેળા દ્વારા સાધન સહાય આપવામાં આવી. અધિકારીઓને નિયુક્ત કરીને ACBના માળખાને સુદ્રઢ કરાયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget