શોધખોળ કરો
Advertisement
ઈન્ટર્ન તબીબોએ હડતાળ સમેટી, આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ લીધો નિર્ણય
ઈન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ અને ઇન્સેન્ટિવ વધારાની માંગ સાથે હડતાળ પર ઊતર્યા હતા. આજે તેનો અંત આવી ગયો છે.
ગાંધીનગર: ઈન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ અને ઇન્સેન્ટિવ વધારાની માંગ સાથે હડતાળ પર ઊતર્યા હતા. આજે તેનો અંત આવી ગયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોની માંગણીઓની નિવારણ લાવવાની ખાતરી આપતા ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી છે.
આજે હડતાળનો ત્રીજો દિવસ હતો. ત્યારે ઈન્ટર્ન તબીબોએ આજે પરોક્ષ રીતે દર્દીઓની સેવા થાય એ માટે બ્લડ ડોનેશન કર્યું હતું. બી.જે મેડિકલ કોલેજના 25 જેટલા તબીબોએ આજે બ્લડ ડોનેશન કર્યું હતું, જ્યારે રાજ્યમાં 100 ઈન્ટર્ન તબીબોએ બ્લડ ડોનેશન કર્યું હતું.
ઈન્ટર્ન તબીબોનું કહેવું હતું કે, જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એ ઉપરાંત આજે જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં કહ્યું હતું છે કે જો રેસિડેન્ટ અને જુનિયર ડૉક્ટરોને લગતી બાબતોનું 19 ડિસેમ્બર સુધી નિરાકરણ નહીં આવે તો 21 ડિસેમ્બર, સોમવારથી તેઓ હડતાળ પર ઊતરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement