શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPLમાં અમિત મિશ્રાની મોટી ઉપલબ્ધિ, આ કારનામું કરનારો પ્રથમ ભારતીય બોલર બન્યો
IPLનાં 34માં મેચમાં દિલ્હીની ટીમને મુંબઈની સામે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આ મેચમાં દિલ્હીનાં સ્પિનર અમિત મિશ્રાએ એક શાનદાર ઉપલબ્ધિ મેળવી છે.
નવી દિલ્હીઃ IPLનાં 34માં મેચમાં દિલ્હીની ટીમને મુંબઈની સામે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આ મેચમાં દિલ્હીનાં સ્પિનર અમિત મિશ્રાએ એક શાનદાર ઉપલબ્ધિ મેળવી છે. અમિત મિશ્રાએ આ મેચમાં મુંબઈ 1 વિકેટ પોતાના નામે કરી. અમિત મિશ્રાએ મુંબઈનાં કેપ્ટન રોહિત શર્માને આ મેચમાં ક્લિન બૉલ્ડ કર્યો. રોહિત શર્મા આઈપીએલમાં અમિત મિશ્રાનો 150મો શિકાર હતો. આઈપીએલનાં ઇતિહાસમાં અમિત મિશ્રા 150 વિકેટ લેનારો બીજો બૉલર બન્યો. સાથે જ આ લીગમાં આ કમાલ કરનારો તે પહેલો ભારતીય બૉલર બન્યો.
પોતાની 140મી IPL મેચ રમી રહેલા 36 વર્ષીય મિશ્રાએ ગુરુવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર પોતાના સ્પેલના પ્રથમ બોલે જ રોહિતની બેલ્સ ઉડાડી દીધી, જેણે આ જ મેચમાં પોતાના 8000 હજાર ટી20 રન પૂરા કર્યા હતા.Another feather in the cap of Mishi bhai 🤩 Congratulations on the milestone, @MishiAmit 🙌#DCvMI #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/G4ijCSXJAg
— Delhi Capitals (@DelhiCapitals) April 18, 2019
IPLમાં સૌથી વધુ વિકેટો લેવાની બાબતમાં શ્રીલંકાના લસિથ મલિંગાનું નામ આવે છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા 114 મેચમાં 161 વિકેટો લીધી છે. મિશ્રા બીજા નંબરે છે. IPLમાં સૌથી વધુ વિકેટો લેવા બાબતે ત્રીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સનો પીયૂષ ચાવલા છે જેણે 152 મેચોમાં 146 વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion