શોધખોળ કરો

શું માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલમાં જશે? SIT એ 3 દિવસમાં બીજીવાર બોલાવ્યો, અત્યાર સુધીમાં 13ની ધરપકડ

નવા-જૂનીના એંધાણ: ૩ દિવસમાં બીજી વખત લોકગાયક માયાભાઈના પુત્રની પૂછપરછ; નવનીત બાલધિયાએ SIT ને આપ્યા 15 પુરાવા, કહ્યું- "હુમલાખોરો વીડિયો કોલ પર કોની સાથે વાત કરતા હતા તેની તપાસ કરો."

Jayraj Ahir SIT Summons: ભાવનગર (Bhavnagar) જિલ્લાના બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાનો મામલો હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં જેમના નામની શરૂઆતથી ચર્ચા છે, તેવા લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) ને SIT દ્વારા આજે બપોરે ફરી એકવાર સમન્સ (Summons) પાઠવવામાં આવતા તેઓ ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે હાજર થયા છે. પોલીસ કચેરી બહાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે.

૩ દિવસમાં બીજી વાર પૂછપરછ 

SIT દ્વારા આ કેસની તપાસ ખૂબ જ ઝીણવટભરી રીતે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 3 દિવસ પહેલા જ જયરાજ આહીરને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાડા ત્રણ કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. ત્યારે જયરાજે મીડિયાને કહ્યું હતું કે, "SIT જ્યારે પણ બોલાવશે ત્યારે હું સહકાર આપવા હાજર રહીશ." જોકે, ટૂંકા ગાળામાં ફરીથી તેડું આવતા જયરાજની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.

નવનીત બાલધિયાનો ધડાકો: "મારી પાસે 15 પુરાવા છે" 

ફરિયાદી નવનીત બાલધિયાએ SIT સમક્ષ હાજર થઈને દાવો કર્યો છે કે તેણે તપાસ ટીમને કુલ 15 જેટલા મહત્વના પુરાવા (Evidences) સોંપ્યા છે. બાલધિયાનો આક્ષેપ છે કે આ હુમલા પાછળનો મુખ્ય દોરીસંચાર જયરાજ આહીરનો જ છે. તેણે પોલીસ સમક્ષ માંગ કરી છે કે, "જ્યારે મારા પર હુમલો થઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ વીડિયો કોલ (Video Call) પર કોની સાથે વાત કરી રહ્યા હતા તેની કોલ ડિટેલ્સ તપાસવામાં આવે તો સત્ય આપોઆપ બહાર આવી જશે."

શા માટે થયો હતો હુમલો?

આ સમગ્ર વિવાદ એક 'માફી વીડિયો' ને કારણે શરૂ થયો હતો. 29 December, 2025 ના રોજ નવનીત પર હુમલો થયો હતો. નવનીતના જણાવ્યા મુજબ, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટી અંગે ખોટો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે નવનીતે ફોન કરીને જાણ કરતા માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વાત માયાભાઈના પુત્ર જયરાજને પસંદ ન આવતા તેણે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ છે.

ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો 

પોલીસ એક્શન મોડમાં છે અને અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ (Arrest) કરી લેવામાં આવી છે.

અગાઉ પકડાયેલા: નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર, કાનભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી.

તાજેતરમાં પકડાયેલા: રતનપર નવાગામના ઉત્તમ ભરતભાઈ બાંભણીયા અને બગદાણાના અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget