Gujarat Cabinet Expansion: ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ લીધા કેબિનેટ મંત્રીના શપથ
જીતુભાઈ વાઘાણીએ શપથ લીધા હતા. ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા હતા.

Gujarat Cabinet Expansion 2025 : ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે. સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં જીતુભાઈ વાઘાણીએ શપથ લીધા હતા. ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા હતા.
#WATCH | Jitendra Waghani takes oath as Gujarat cabinet minister in Gandhinagar pic.twitter.com/x5JI5a3l0N
— ANI (@ANI) October 17, 2025
ભૂપેન્દ્રભાઈ સહિત નવા મંત્રી મંડળમાં કુલ 26 નેતાઓ મંત્રી બન્યા છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં હંમેશા સૌરાષ્ટ્ર કેંદ્રમાં રહે છે.
જીતુભાઈ વાઘાણી રાજકીય સફર
1993થી 1997 સુધી ભાવનગર શહેરના યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી નિભાવી હતી. જીતુભાઈ વાઘાણીએ રાજકીય સફરની શરૂઆત કોલેજકાળથી કરી. તેઓ ભાવનગરમાં વિદ્યાર્થી હિતમાં કાર્યો કરતા સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2012માં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી 53,892 મતોની લીડ સાથે જીત મેળવી હતી. જેમાં તેમણે કોંગ્રેસના ડો. કાનાણીને હરાવ્યા. 2017માં પણ તેમણે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને હરાવીને જીત મેળવી હતી.
જીતુભાઈ ગુજરાત ભાજપના અધ્યક્ષ રહ્યા હતા
જીતુ વાઘાણીએ ચાર વર્ષ પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. બાદમાં તેમની જગ્યાએ સી. આર. પાટીલને પસંદ કરવામાં આવ્યા. વાઘાણી ફરી થોડો વખત માટે લાઇમલાઇટમાંથી દૂર રહ્યા હતા.
1990 માં તેઓ ભાજપ યુવા મોર્ચામાં હોદ્દો ધરાવતા હતા. બાદમાં 1992 માં યુનિવર્સિટી સેનેટ સભ્ય બન્યા હતા. 1993 તેમને ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 1995માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા.
1998 માં ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર બન્યા હતા. 1999 માં જીતુભાઈ વાઘાણી શહેર ભાજપમાં સક્રિય ભૂમિકામાં હતા. 2003 ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ બન્યા હતા. 2009 તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશમંત્રી તરીકે સક્રિય રહ્યા હતા. 2012માં ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022 પણ ફરી ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મોટો ફેરફાર
આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સાંકળીને પણ મંત્રીમંડળના ફેરફારને જોવામાં આવી રહ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાનો સ્થાન આપવાનું કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સુધારવાનું છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા તેમનું નવું સંગઠન બનાવશે. તેની અસર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે.





















