શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
જૂનાગઢ મનપાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભાજપ-કૉંગ્રેસે કર્યા જીતના દાવા
જૂનાગઢ મનપામાં સરેરાશ 50 ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે. ચાર વાગ્યા સુધીના મતદાનના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વોર્ડ નંબર એકમાં 61.37 ટકા મતદાન યોજાયુ.
જૂનાગઢ: જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયું છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન યોજાયું હતું. જૂનાગઢ મનપામાં સરેરાશ 50 ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે. ચાર વાગ્યા સુધીના મતદાનના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વોર્ડ નંબર એકમાં 61.37 ટકા મતદાન યોજાયુ. ભાજપ, કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે. 23 જૂલાઇએ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થશે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં બંન્ને પક્ષોએ જીતના દાવા કર્યા છે. કૉંગ્રેસે 35 બેઠકો જીતશે તેવો દાવો ભીખાભાઈ જોશીએ કર્યો છે. ભાજપના નીતિન ભારદ્વાજે પણ ગઈ ચૂંટણી કરતા વધુ બેઠકો ભાજપ જીતશે તેવો દાવો કર્યો છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં 47.73 ટકા, વોર્ડ નંબર 4માં 51.48 ટકા, વોર્ડ નંબર 5માં 31.61 ટકા, વોર્ડનંબર 6માં 35.80 ટકા,વોર્ડ નંબર 7માં 28.25 ટકા, વોર્ડ નંબર 8માં 39.64 ટકા, વોર્ડ નંબર 9માં 42.68 ટકા,વોર્ડ નંબર 10માં 33.73 ટકા, વોર્ડ નંબર 11માં 30.62 ટકા, વોર્ડ નંબર 12માં 44.75 ટકા મતદાન, વોર્ડ નંબર 13માં 4.92 ટકા મતદાન,વોર્ડ નંબર 14માં 42.75 ટકા મતદાન, વોર્ડ નંબર 15માં 52.83 ટકા મતદાન થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion