શોધખોળ કરો
Advertisement
Coronavirus Effect: મોરારીબાપુના શ્રોતાએ આટલા કરોડનું આપ્યું દાન, ગુજરાતમાં થઈ રહી છે વાહ વાહ!
સમગ્ર દુનિયામં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. કોરોના વાયરસને લઈને રાષ્ટ્ર પર સ્વાસ્થનું સંકટ છે એટલે મોરારીબાપુના એક શ્રોતાએ 1 કરોડ રૂપિયાનું અનુદાંન કર્યું છે.
અમદાવાદ: સમગ્ર દુનિયામં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે અને ભારતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 240 જેટલી પહોંચી ગઈ છે ત્યારે ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રોતાએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 1 કરોડનું દાન આપ્યું હોવાનું સામે આવ્યું છે. લંડનના રહેવાસી રમેશભાઈ સચદેવ નામના વ્યક્તિએ પહેલ કરી છે. રાષ્ટ્ર પર સ્વાસ્થ નુ સંકટ છે એટલા માટે અનુદાંન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ જાહેરાત મોરારીબાપુના મુખે કરવામાં આવી હતી.
જાણીતા કથાકાર મોરારીબાપુના શ્રોતાએ રમેશભાઈ સચદેવ નામના વ્યક્તિએ મોટું દાન જાહેર કર્યું છે. કોરોના વાયરસને લઈ રૂપિયા એક કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે. મોરારીબાપુના શ્રોતાના આ ઉમદા કામને લઈ ચારે બાજુ તેમની પ્રશંસા થઈ રહી છે.
કોરોના વાયરસને લઈને રાષ્ટ્ર પર સ્વાસ્થનું સંકટ છે એટલે મોરારીબાપુના એક શ્રોતાએ 1 કરોડ રૂપિયાનું અનુદાંન કર્યું છે. લંડનના રહેવાસી રમેશભાઈ સચદેવ નામના વ્યક્તિએ પહેલ કરી છે. આ જાહેરાત મોરારીબાપુના મુખે કરવામાં આવી છે.
કથાકાર મોરારીબાપુએ લોકોને 22મીના રોજ જનતા કરફ્યુ પાળવાની અપીલ પણ કરી છે. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ અપીલને સમર્થન આપીને કહ્યું હતું કે, લોકો જાતે બહાર ના નીકળે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશના ઘણાં લોકો નરેન્દ્ર મોદીની અપીલને સમર્થન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement