શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kejriwal Gujarat Visit : કેજરીવાલ પહોંચ્યા ભૂજ, ટાઉનહોલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે કરશે ચર્ચા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ ભુજ પહોંચ્યા છે. ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ સેવન સ્કાય હોટેલ પહોંચ્યા છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આપના કાર્યકરો  દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ ભુજ પહોંચ્યા છે. ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ સેવન સ્કાય હોટેલ પહોંચ્યા છે. ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આપના કાર્યકરો  દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરશે.

તેઓ ભુજ ખાતે ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જ્યાં વિધાનસભાની ચૂંટણીને લઈને વધુ એક મોટી જાહેરાત કરશે. આ અંગે ગુજરાત આપના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે. 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે ભુજની મુલાકાતે આવવાના છે. ભુજમાં તેઓ એરપોર્ટ રોડ પ૨ આવેલી સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરશે. ત્યાર બાદ જો આપની સરકાર ગુજરાતમાં સત્તા પર આવે તો શિક્ષણ ક્ષેત્રે કયા કયા પ્રકારની સુવિધા અને રાહતોની ગેરન્ટી આપશે તે અંગે મહત્વપૂર્ણ જાહેરાત ક૨શે. છાત્રો સાથે સંવાદ બાદ કેજરીવાલ મીડિયા સાથે વાર્તાલાપ કરશે.

ગુજરાત સરકારની પોલીસકર્મીઓ માટેની 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. હવે સરકારની આ જાહેરાત પર રાજકીય પાર્ટીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય શૈલેષ પરમારે પત્રકાર પરિષદ કરી સરકાર પર પ્રહારો કર્યા. શૈલેષ પરમારે ગુજરાત સરકારની આ જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી છે,તો હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પણ પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહારો કર્યા છે. 

ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે : ગોપાલ ઈટાલીયા 
આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. પોલીસે ગ્રેડ પે મામલે અવાજ ઉઠાવ્યો અને સરકારે પોલીસ નો અવાજ દબાવી દીધો. કેજરીવાલે પોલીસની તરફેણમાં બહેધરી આપતા પોલીસો જવાનોએ આ વાત વધાવી લીધી હતી. કેજરીવાલના નિવેદનથી જે પોલીસને સાંભળતા ન હતા તેમને સાંભળ્યા છે. કેજરીવાલ ના નિવેદન પછી 550 કરોડ વધાર્યા છે, ન મામો કરતા કાણો મામો સારો એમ કર્યું છે. 

ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે : ગોપાલ ઈટાલીયા 
ગુજરાત સરકારની આ જાહેરાત અંગે ગોપાલ ઈટાલીયાએ કેટલાક પ્રશ્નો સરકારને પૂછયા છે. તેમણે કહ્યું કે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ કરાઈ, બદલી કરાઈ એનું શું? હવે શું કરશે સરકાર એનો જવાબ આપે. 

પોલીસ 15 થી 20 કલાક કામ કરે એનું શું કર્યું?પોલીસ જોખમમાં કામ કરે, બુટલેગર હુમલાનો ભોગ બને એનું શું? અલગ અલગ એલાઉન્સ નું શુ? ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે.

આ સાથે ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે પોલીસ સાથે ભેદભાવ કરવામાં આવે  છે, અત્યારે જે આપ્યું એ લઈ લઈએ, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે. 

સરકારની જાહેરાત પર શું કહ્યું કોંગ્રેસે ? 
ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓ માટે વાર્ષિક 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશ્નરની કચેરીએ આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી.  જો કે ગ્રેડ-પે વધારાની પોલીસકર્મીઓની માંગ સામે આ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.  

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે રાજ્યની રક્ષા કરતા પોલીસકર્મીઓને સરકારે  રેવડીની ભેંટ આપી છે. તેમણે કહ્યું કે ગ્રેડ-પેની માંગણી હતી ત્યાં સરકારે હાસ્યાસ્પદ જાહેરાત કરી છે અને સરકાર ફરી ગઈ છે. 

વધુમાં તેમણે કહ્યું કે પગાર વધારો ભંડોળ સ્વરુપે ન હોય, સરકારે  પોલીસની મજાક કરી છે. સરકારે પોલીસકર્મીઓના પગારમાં એક મહિને 4895 રૂપિયાનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે રાજય સરકારને પોલીસકર્મીઓ તરફથી અને કોંગ્રેસ તરફથી પૂછી રહ્યો છું કે પોલીસકર્મીઓની મજાક કેમ કરી? 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Embed widget